Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

૧૪ મીએ સી.આર.પાટીલ કચ્છમાં: "તેરા તુજકો અર્પણ" ટ્રસ્ટ દ્વારા રજતતુલા, જૈન સ્ટડી સેન્ટર ખુલ્લું મૂકશે

અનેક સેવાકીય પ્રકલ્પો સાથે ભાજપ પ્રમુખનું ભવ્ય અભિવાદન : નીમાબેન આચાર્ય, કિર્તીસિંહ વાઘેલા, ગુજરાત વિનોદભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

 તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા શ્રી ભુજ સમસ્ત જૈન સંઘ ના સહકારથી કાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ મધ્યે તપાગચ્છાધિપતી આચાર્ય આચાર્ય મનોહરકીર્તિ સાગર સુરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી  ટ્રેનિગ સેન્ટર નું લોકાર્પણ ઉપરાંત ૧૦૮ ગાડી ઘાસચારાનું વિતરણ, પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ , ભુજ શહેર તથા ભુજ તાલુકાના આંગણવાડીના કુપોષિત ૭૪૦ બાળકોને સુપોષિત કીટ વિતરણ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ શ્રી સી.આર.પાટીલની રજતતુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

         તારીખ ૧૪-૫-૨૨ ને શનિવારેના રોજ સવારે ૮.૩૦ કલાકે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ મધ્યે સ્ટડી સેન્ટરના લોકાર્પણ ઉપરાંત વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનું ભવ્ય અભિવાદન કરાશે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નીમાબેન આચાર્ય, કચ્છના પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી બુદ્ધિસાગર સમાધિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય દાતા શ્રી મેહુલભાઈ ગાંધી, જિલ્લા પંચાયત અઘ્યક્ષશ્રી પારૂલબેન કારા, કચ્છ ભાજપના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, હિતેશ ભાઈ ચૌધરી, પૂર્વ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર મુન્દ્રા માંડવીના ધારાસભ્યશ્રી શ્રી વિરેન્દ્રસિહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ડો જ્યરાજસિંહ જાડેજા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, તથા વિવિધ સંપ્રદાયના સાધુ ભગવંતો તથા વિવિધ સમાજના પ્રમુખ શ્રીઓ, આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે ૧૦૮ ગામોમાંથી પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ, રાસ મંડળીઓ, બેન્ડ બાજા વગેરે થી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમમાં કચ્છના જૈન સમાજ તથા વિવિધ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે

 

આ બંને સેન્ટર કચ્છ તથા કચ્છના યુવાઓ માટે ખૂબ ઉપયોગી થશે. શ્રી બુધ્ધિસાગર સુરીશ્વરજી સમાધિ ટ્રસ્ટ દ્વારા રૂપિયા ૫૧ લાખનું અનુદાન ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ને આપવામાં આવ્યું છે. એવુ માધાપર જૈન સમાજના પ્રમુખ અને તેરા તુજકો અર્પણના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું.

(9:42 am IST)