Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ભર ઉનાળે પાણી પુરતા પ્રમાણમાં મળે તે માટે વડિયા ડેમમાં નર્મદા નીર માટે પાઇપલાઇન માટે માંગણી

પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત

વડિયા,તા. ૧૧: ભર ઉનાળે લોકોને પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે વડિયાના ડેમ માટે વધુ પાઇપલાઇન માટે રાજ્‍યના પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

બાવકુભાઇ ઉંધાડે વધુમાં જણાવ્‍યુ છે કે સૌની યોજનામાં અમરેલી જીલ્લાના સુરવો નદી પરના વડીયા ડેમ તોરી-રામપુરથી ફકત ૭ કિ.મી. દૂર છે. ગયા વર્ષે સ્‍પેશ્‍યલ કેસ તરીકે તોરી-રામપુરથી વડીયા ડેમમાં ૫૦ એમસીએફટી પાણી આપવામાં આવેલ હતું.

પરંતુ તોરી-રામપુરથી વડીયા ડેમ ૭ કિ.મી. સુધીનું અંતર હોય તેથી માત્ર ૧૫ એમસીએફટી જ પાણી પહોંચેલ હતું. તો આ ડેમ માટેની ૭ કિ.મી.ની અલગ લાઇન ફેઇઝ -૪ અથવા સ્‍પેશ્‍યલ કેસમાં નવી પાઇપલાઇન મંજુર કરવા માંગણી કરી છે.

જો સૌની યોજનાથી નર્મદાના નીર નદી, ડેમ, ચેકડેમમાં છોડી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇ મળી રહે અને ગામડાના લોકોનો પીવાના અને ઘર વપરાશના પાણીનો પ્રશ્‍ન પણ પૂર્ણ કરી શકાય ત્‍યારે પૂર્વ 

(12:18 pm IST)