Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હળવદ હાઇવે ઉપર ઘઉં ભરેલુ ટ્રેલર ડિવાઇડર કૂદી ગયું

વિચિત્ર અકસ્‍માતમાં ટ્રેલર ગુલાંટ મારી રોડની સામે સાઇડ પડતા ઇનોવા કાર ઝપટે ચડી અને એક ને ઇજા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૧: હળવદ - માળીયા હાઇવે ઉપર અમદાવાદથી ઘઉંનો જથ્‍થો ભરી કચ્‍છ તરફ જઈ રહ્યું હતું ત્‍યારે અચાનક જ દેવળીયા ગામના પાટિયા નજીક ટ્રેલર ચાલકે સ્‍ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્‍ટી મારી રોન્‍ગ સાઈડમાં ધસી ગયું હતું. બીજી તરફ ટ્રેલર રોન્‍ગ સાઈડમાં અચાનક ધસી આવતા સામેથી આવી રહેલ ઇનોવા કારનો ચાલાક હેબતાઈ ગયો હતો અને ટ્રેલર-ઇનોવા વચ્‍ચે અકસ્‍માત સર્જાતા કારમાં સવાર સુનિલભાઈ નામના વ્‍યક્‍તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટિમ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્‍લિયર કરાવ્‍યો હતો. 

(9:53 am IST)