Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કુતિયાણા પાસે કમીઆઇ મંદિર પાસે જર્જરિત પુલીયાને વહેલી તકે રીપેર કરવા માગણી

પોરબંદર, તા.૧૦: કુતિયાણા પાસે કમીઆઇ મંદિર પાસે જર્જરિત પુલીયાને વહેલી તકે રીપેર કરવા માંગણી ઉઠી છે.

પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મહીયારી ગામથી ૩ ડેરી તરીકે પ્રખ્‍યાત હોઇ અને કમીઆઇનું મંદિર તરીકે પ્રખ્‍યાત હોઇને ટૂક સમયમાં ત્‍યા બારપોરા પાઠનું આયોજન કરાયુ હોય અને તે રસ્‍તાની વચ્‍ચે જર્જરીત પુલિયું આવેલ હોઇ અને તે ગમે ત્‍યારે તૂટી પડવાનો ભય તોળાય છે હાલમાં આ પ્રસંગમાં ૧.૫ થી ૨ લાખ માણસ પસાર થવાનું હોઇ મોટી જાનહાની થવાનો ભય હોય ત્‍યારે આ પુલનું નીરક્ષણ કરીને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદ અને ધારાસભ્‍ય અને સરકારી તંત્ર વોટસએપ અને ફેસબુકના માધ્‍યમથી અપીલ કરી છે કે તાત્‍કાલિક આ પુલિયાનું સમારકામ કરાવી આપે અથવા બાજુમાંથી ડાયવર્ઝન કરાવી આપવા અને જો ડાયવર્ઝન નઇ કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવા કોંગ્રેસ આગેવાનો કેશુભાઇ પરમાર તથા જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ ચીમકી આપી છે.(

(10:02 am IST)