Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વેરાવળમાં ૧૩ થી વધુ જર્જરીત બિલ્‍ડીંગો ગમે ત્‍યારે પડે તેવો ભયઃ પાલિકા સજાગ બનશે?

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૧: ૧૩થી વધારે જર્જરીત મોટી બીલ્‍ડીંગો છે. ગીચ વિસ્‍તારોમાં આ મકાનો જુના પુરાના હોય ગમે ત્‍યારે પડશે  તેવો ભય સતાવી રહ્યો છે.

વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં જુના મકાનો પડવાના બનાવો બનતા  રહે છે જેમાં નિદોર્ષનો ભોગ લેવાય છે નગરપાલિકા ફકત કાગળ ઉપર કામ કરે છે કડક કાર્યવાહી કરતું નથી રેકર્ડ ઉપર ૧૩ વધારે જર્જરીત મોટી બીલ્‍ડીગો ગીચ વિસ્‍તારોમાં જુના મકાનો આવેલ છે તેને પાડવા માટે કડક કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

વેરાવળ સોમનાથ નગરપાલિકા વિસ્‍તારમાં અનેક વખતે જુના મકાનો પડવાના બનાવો બને છે તેમાં નિદોર્ષ બાળકો તેમજ અન્‍ય ભોગ બને છે ર૪,૪૮ કલાક દેકારો થાય છે પછી બધુ ભુલી જાય છે ચીફ ઓફીસરે જણાવેલ હતુંકે ૧૩ જેટલી મોટી બિલ્‍ડીગો તદન જર્જરીત થયેલ છે સર્વે કરાવેલ છે તેમજ ગીચ વિસ્‍તારોની અંદર ૩૦ વર્ષથી ૭૦ વર્ષ જુના મકાનો છે સર્વે ચાલુ કરાવેલ છે જુના બીલ્‍ડીંગો પાડવા માટે નોટીસો અપાયેલ છે તેમ જણાવેલ હતું.

નગરપાલિકાનું નિર્માલ્‍ય તંત્ર કોઈપણ કાર્યવાહી કડક હાથે  કરતી નથી જેથી અનેક વખત જુના મકાનો ગમે ત્‍યારે પડે છે તેમાં મૃત્‍યુ / ગંભીર ઈજાઓ થાય છે ચોમાસા પહેલા કામગીરી કરવામાં નહી આવે તો ધમધમતા વિસ્‍તારોમાં આવેલી મોટી બીલ્‍ડીગો ગમે ત્‍યારે પડશે નગરપાલિકા અધિકારીઓ કામગીરી કરે છે ત્‍યારે પદાધિકારીઓ અટકાવવાનો પ્રયત્‍ન કરે છે જેથી વર્ષો આવી અનેક બીલ્‍ડીંગો જુના મકાનોમાં હજુ પણ કામગીરી થયેલ નથી. તેવી ફરીયાદો છે.

(12:18 pm IST)