Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પોરબંદરના ડો.અવેશ એ.ચૌહાણ ગુજરાત સિપાઇ સમાજ ટ્રસ્‍ટના પ્રમુખપદે ત્રીજી વખત બિનહરીફ

પોરબંદર તા. ૧૧ : પોરબંદર : સિપાઇ સમાજ ટ્રસ્‍ટ - ગુજરાતની ચુંટણીમાં પોરબંદરના ડો. અવેશ એ.ચૌહાણ સતત ત્રીજી વખત પ્રમુખ પદે બિનહરીફ જાહેર થયા હતા. જામનગર મુકામે સિપાઇ સમાજ ટ્રસ્‍ટ ગુજરાતની જનરલ બોર્ડની મીટીંગ અને પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીની લોકશાહીઢબે ચુંટણી યોજાઇ હતી.
આ ચુંટણીમાં આસીફભાઇ સિપાઇ (રાજકોટ) અને જહાંગીરભાઇ પઠાણે (મુળ અમરેલી - હાલ સુરત) ટ્રસ્‍ટી તરીકે આ સંપુર્ણ ચુંટણીનું નિષ્‍પક્ષ પણે સંચાલન કર્યુ. આ ચુંટણીમાં જામનગરની સિપાઇ જમાતના હોદેદારો આગેવાનો અને સિપાઇ સમાજ ટ્રસ્‍ટ ગુજરાતના ગામે ગામના કાર્યકરો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા. પ્રમુખ હોવાનો જરા પણ ઘમંડ રાખ્‍યા વગર તેઓ નાનામાં નાના કાર્યકર્તાથી પણ ભાઇની જેમ મળતા અને તેમની વાત સાંભળતા એવા સિપાઇ સમાજના નીડર, બહાદુર, હોશિયાર અને સાચા અર્થમાં સમાજ સેવક એવા ડો. અવેશ ચૌહાણ સતત ત્રીજી વખત પ્રમુખપદે લોકશાહી ઢબે બિનહરીફ ચુંટાયા અને તેમની ટીમના અઝીઝભાઇ ચૌહાણ સતત ત્રીજી વખત સેક્રેટરી પદે બિનહરીફ અને ફખરૂદીનભાઇ કુરેશી સતત ત્રીજીવખત ખજાનચી પદે બિનહરીફ ચુંટાયા. આ ચુંટણીની કાર્યવાહીમાં સમગ્ર ગુજરાતમાંથી તેમજ પોરબંદરથી સમાજના કારોબારી સભ્‍યો સહિત હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા. તેમજ પોરબંદર થી પોરબંદર સમસ્‍ત સિપાઇ જમાતના માજી પ્રમુખ ફારૂકખાન હાજી હુસેનખાન શેરવાની સહિત ટીમના લોકો ઉપસ્‍થિત રહી અને ડો.અવેશ ચૌહાણને શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમ સિંપાઇ સમાજ ટ્રસ્‍ટના કારોબારી સભ્‍ય ઇસ્‍માઇલખાન શેરવાનીએ યાદીમાં જણાવાયું છે.

 

(11:19 am IST)