Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મરીન તાલીમ-ડિગ્રીના બનાવટી સર્ટીફીકેટનો પર્દાફાશ : ર ઝડપાયા

દેવભુમી દ્વારકા એસઓજી ટીમની કાર્યવાહીઃ બેડીના જુમા મુંડરાઇની ૧૩ સર્ટીફીકેટ સાથે ધરપકડ બાદ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧: દેવભુમી દ્વારકા એસઓજી ટીમે ભારતમાં અલગ અલગ મરીન તાલીમ આપતી ઇન્‍સ્‍ટીટયુટના નામે તાલીમ-ડીગ્રીના બનાવટી સર્ટીફીકેટ સાથે બે શખ્‍સોને ઝડપી લીધા છે.

અત્રેના જિલ્લા ખાતે ચાલતી બોટ, ટગ, બાર્જમાં ઉંચા પગારેથી નોકરીએ રહેવા માટે અમુક માણસો પોતાનું કમીશન વસુલી ફર્સ્‍ટ સેકલ્‍ડ માસ્‍ટર, એન્‍જીન ડ્રાઇવર માટેના અલગ અલગ ઇન્‍સ્‍ટીટયુટના બનાવટી સર્ટીફીકેટ બનાવે છે અને સર્ટીફીકેટ બનાવવા ઇચ્‍છતા ઇસમો પાસેથી મોટી રકમ પડાવે છે તેમ હકિકત મળતા તારીખ ર૯-૧ર-ર૦ર૧ ના જામખંભાળીયા રામકૃપા હોટલની સામેથી જુમાભાઇ જુસબભાઇ મુંદરાઇ રહે. બેડી, જોડીયા, ભુંગા, જુમ્‍મા મસ્‍જીદની બાજુમાં, જામનગરવાળાને કુલ ૧૩ સર્ટીફીકેટ સાથે પકડી પાડેલ અને કબ્‍જે કરેલ સર્ટીફીકેટની ખરાઇ કરાવવા સારૂ પો. સ. ઇ. શ્રી પી. સી. સીંગરભૌયાએ જહેમત ઉઠાવી હકિકત જાણતા કબ્‍જે લીધેલ તમામ-૧૩ સર્ટીફીકેટ બનાવટી હોવાનું જણાયેલ હતું.

ઉપરોકત વિગતે મળી આવેલ સર્ટીફીકેટ બનાવટી હોય જેથી બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ઇસમો (૧) જુમાભાઇ જુબસભાઇ મુકરાઇ, રહે. બેડી, જામનગર (ર) અબ્‍દુલભાઇ આદમભાઇ મુંડરાઇ, રહે. બેડી, જામનગર (૩) અસરગભાઇ કાસમભાઇ રહે. બેડી, જામનગર (૪) અસરફભાઇ અબ્‍બાસભાઇ સુરાણી રહે. જોડીયા જામનગર (પ) અમિતભાઇ રહે. પટના, બિહાર વિરૂધ્‍ધમાં ફરીયાદ કરી છે.

ઉપરોકત ઉંડાણપૂર્વકની તપાસ કરતા અલગ અલગ રાજયની અલગ અલગ ઇન્‍સ્‍ટીટયુટમાં દેવભૂમિ દ્વારકા (ઓખા-ર, સલાયા-૧, પોરબંદર-૦૬, જામનગર-૧૩, જાફરાબાદ-૪, સુરત-૦ર મળી કુલ ર૮ વ્‍યકિતઓએ બનાવટી સર્ટીફીકેટ બનાવેલ છે અને અલગ અલગ બોટ, ટગ, બાર્જમાં નોકરી કરવા મારૂ બનાવટી સર્ટીફીકેટ આ ગુન્‍હાના મુખ્‍ય આરોપી અમિતકુમાર રહે. પટના બિહારવાળા મારફતે બનાવેલ છે જેના બદલે એક સર્ટીફીકેટના રૂા. રર,પ૦૦ થી લઇને રૂા. ૮૦,૦૦૦ સુધીના નાણાની ચુકવણી બેંક મારફતે કરવામાં આવેલ છે.

આ કામની તપાસ દરમ્‍યાન આ ગુન્‍હાના મુખ્‍ય આરોપી અમિતકુમાર રહે. પટના વાળાએ પોતાના અંગત ફાયદા માટે સંખ્‍યાબંધ બનાવટી સર્ટીફીકેટ બનાવી આપેલ હોવાની શકયતાને નકારી શકાય તેમ ન હોય જેથી તે બાબતે વધુ તપાસ થવા સારૂ તથા અલગ અલગ ઇન્‍સ્‍ટીટયુટ ખાતે જાણ થવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઇ સુરક્ષાની કચેરી, ગુ.રા. ગાંધીનગરની મદદ લેવામાં આવેલ છે.

બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ગેંગને પકડી પાડવાથી બનાવટી મરીન ફર્સ્‍ટ/સેકન્‍ડ માસ્‍ટર સર્ટીફીકેટ આધારે બોટ/ટગ/શીપમાં માસ્‍ટર તરીકે સોંપવામાં આવતી મહત્‍વની ફરજને ધ્‍યાને લેતા જે વ્‍યકિતએ તાલીમ લીધેલ જ હોય તેમજ કોર્ષ કરેલ જ ન હોય જેથી માસ્‍ટરની ફરજથી અજાણ હોય તેથી દરિયાઇ સફર દરમ્‍યાન બોટ/ટગ/શીપમાં માણસોની જિંદગી જોખમાય તેમજ બોટ/ટગ/શીપમાં લાદવામાં આવતા કિંમતી માલની નુકશાની તથા દરીયાઇ અકસ્‍માત થતા અટકાવવામાં અસરકારક છે તેમજ જેમણે ખરેખર મરીન ફર્સ્‍ટ/સેકન્‍ડ માસ્‍ટર તરીકેની તાલીમ મેળવી કોર્ષ કરેલ હોય તેવાા વ્‍યકિતઓની નોકરી જગ્‍યાઓએ ખોટા હરીન સેકન્‍ડ માસ્‍ટરના સર્ટી બનાવનાર નોકરી મેળવી લે તેવી શકયતાને નકારી શકાય તે ન હોય બનાવટી સર્ટીબનાવનાર ઇસમોને પકડી પાડવાથી શિક્ષીત બેકારી ઘટશે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંઘ રાજકોટ વિભાગ રાજકોટ તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના નવ નિયુકત પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચનાથી નિધી ઠાકુર,  જે.એમ.પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.ઓ.જીના ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર  પી.સી.સીંગરખીયા, શ્રી સી.એચ.મકવાણા , પો.સ.ઇ. ભાટીયા  આ.પો. તથા એસ.ઓ.જી. ટીમ, કલ્‍યાણપુર /ંખંભાળીયા પોલીસ સ્‍ટેશન ટીમ વિગેરે જોડાયેલ હતા.

(11:44 am IST)