Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

થાનગઢ, લીંબડી પંથકમાં ખાણ ખનિજ વિભાગના દરોડા

વઢવાણ,તા. ૧૧: છેલ્લા કેટલાક વખતથી ખનિજ માફિયા બેફામ બન્‍યા છે. તેના પગલે ઉચ્‍ચ કક્ષાએથી આદેશ મળતાની સાથે સુરેન્‍દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે થાનગઢ અને લીંબડી પંથકમાં દરોડા પાડયા હતાં અને ત્રણ ટ્રક સહિત ગેરકાયદે ખનિજનો રૂપિયા એક કરોડ દસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેના પગલે ખનિજ ચોર તત્‍વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
ભૂસ્‍તર શાષાીની સૂચનાના આધારે રાત્રી ચેકીંગ હાથ દરવામાં આવ્‍યુ હતું. તે દરમિયાન સાદી રેતી ભરેલો ટ્રક અને બ્‍લેક ટ્રેપ ભરેલા બે ટ્રક મળીને કુલ ત્રણ ટ્રક ઝડપી લઇ વાહનો સાથે ગેરકાયદે જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો હતો અને ત્રણેય વાહનો લીંબડી પોલીસને સોંપવામાં આવ્‍યા હતાં.એ જ રીતે વહેલી સવારે થાનગઢ પંથકમાં ડ્રોન સર્વેલન્‍સની મદદથી આકસ્‍મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં ર્પનર્પ કંપનીનું પીળા રંગનું એક હિટાચી મશીન એક જેસીબી મશીન તથા એક ડમ્‍પર કાર્બોસેલનું ગેરકાયદે વહન કરતા મળી આવ્‍યુ હતું. તંત્રએ આ તમામ વાહનો કબજે કરીને થાનગઢ પોલીસના હવાલે કર્યા હતાં. આ અંગેની વધુ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

(11:50 am IST)