Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

લીંબડીમાં વ્‍યાજખોરોના ત્રાસથી યુવકે કરી આત્‍મહત્‍યા

વઢવાણ,તા. ૧૧: એક તરફ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વ્‍યાજખોરોનો ત્રાસ ડામવા માટે એક તક પોલીસ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા યોજવામાં આવી રહ્યો છે બીજી સંજોગોમાં યુવકે ઝેરી દવા પીને વ્‍યાજખોરોના ત્રાસથી આત્‍મહત્‍યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે લીંબડીમાં વહેલી સવારે આ ઘટના બની છે સારવાર દરમ્‍યાન યુવકનું મોત નિપજવા પામ્‍યું છે.
વ્‍યાજખોરોનો ત્રાસ કેટલી હદે વધી હશે ત્‍યારે યુવકે ઝેરી દવા ગટગટાવી હશે તે અંગેની પણ ચર્ચાએ જોર પકડયું છે.આ બાબતે પોલીસ પણ ઘટનાસ્‍થળે દોડી ગઇ છે અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં વ્‍યાજખોરોના ત્રાસ થી વધુ એક યુવકની જિંદગી મોત માં હોમાઈ છે.ત્‍યારે વ્‍યાજ ખોરો પર લગામ ક્‍યારે તે એક સવાલ ઉભો થયો છે. ત્‍યારે આ મામલે હવે લીંબડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને પરિવારજનોની પૂછપરછ કરી અને કોની પાસેથી વ્‍યાજે નાણાં લીધા હતા તે અંગેની પૂછપરછ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:51 am IST)