Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વાલેવડાની સીમમાં નર્મદા કેનાલની કુંડીમાં સંતાડેલી લોખંડની ૧૪ પ્‍લેટો પોલીસે કબ્‍જે કરી

વઢવાણ, તા. ૧૧ : પાટડી તાલુકાના વાલેવડા ગામે આવેલી ઇન્‍ડો સ્‍પેસ કંપનીમાં કન્‍ટ્રક્‍સનનું કામ ચાલી રહ્યું હતુ. ત્‍યારે રાત્રીના અંધારામાં તસ્‍કરોની ગેન્‍ગે કંપનીમાં પ્રવેશ કરી લોખંડની નાની-મોટી પ્‍લેટો જેનું આશરે વજન ૧૮૦૦ કિલો જેની કિંમત રૂ. ૧ લાખ ૭૪ હજારના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વાલેવડા કંપનીમાં થયેલી ચોરીની આ ઘટના અંગે વિનોદભાઇ મોરૂભાઇ ખુંટી મેર (રહે-બખરલા, તા.જી.- પોરબંદર) વાળાએ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી તાકીદે આ ચોરી કેસમાં સંડોવાયેલી તસ્‍કરોની ગેન્‍ગને ઝબ્‍બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
 દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્‍ટાફે બાતમી અને સઘન તપાસના આધારે વાલેવડા ગામના રાજુ સુરસંગભાઇ ઠાકોર અને મેહુલ વક્‍તુજી ઠાકોરને વાલેવડા ગામેથી ઝડપી પાડી સઘન પુછપરછ કરતા ભાંગી પડેલા બંને આરોપીઓએ કંપનીમાંથી લોખંડની પ્‍લેટો ચોરી કરી હોવાનું કબુલ્‍યું હતુ.
 દસાડા પોલીસે આ બંને આરોપીઓને સાથે રાખી વાલેવડાની સીમમાં નર્મદા કેનાલની કુંડીમાં સંતાડેલી લોખંડની ૧૪ પ્‍લેટો પોલિસે કબ્‍જે લઇ કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસની આ કાર્યવાહીમાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, દાનાભાઇ, નસરૂદીનભાઇ, દિપકભાઇ, ઇશ્વરભાઇ અને લીલાભાઇ સહિતનો પોલિસ સ્‍ટાફ સાથે હતો.

 

(11:52 am IST)