Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખનીજ ભરી અને દોડતા ડમ્‍પરો બન્‍યા બેફામ : ૩ હિટ એન્‍ડ રનના બનાવોમાં ૩ લોકોના મોત

ચોટીલાના ચાણપા પાસે ચાલીને જતા યુવક પર ફરી વળ્‍યું : રતનપર સરગમ હોટલ નજીક ચાલીને જતા યુવક પર ફેરવી નાખ્‍યું : વઢવાણના દેદાદરા પાસે વૃધ્‍ધને અડફેટે લેતા મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ : સુરેન્‍દ્રનગર જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં દોડી રહેલા ડમ્‍પર નો ત્રાસ વધ્‍યો છે તેવા સંજોગોમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્‍યા છે સાંજે ૬.૦૦ થી લઇ સવારે ૦૬.૦૦ સુધી રેતીની તથા ખનીજની હેરાફેરી ન કરવા છતાં પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી કરી અને ડમ્‍પરો રાત્રી દરમિયાન પણ બેરોકટોક દોડી રહ્યા છે.
પરંતુ આ જાહેરનામાનો કોઈપણ પ્રકારે અમલ ન થતો હોવાનું પણ રાવ ઉઠવા પામી છે એક તરફ સુરેન્‍દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે બીજી તરફ આ ડમ્‍પર લોકોને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા હોય છે અને મોતને ઘાટ પણ ઉતારતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં હિટ એન્‍ડ રનના બનાવો સતત વધી રહ્યા છે ત્‍યારે એક સાથે ત્રણ હિટ એન્‍ડ રનના બનાવો સામે આવ્‍યા છે જેમાં ત્રણ લોકોના મોત નિપજયા પામ્‍યા છે.
ચોટીલા હાઇવે ઉપર આવેલા ચંણપાના પાટીયા નજીક યુવકને ડમ્‍પરે અડફેટે લીધો છે ઘટના સ્‍થળે યુવકનું મોત નિપજવા પામ્‍યું છે આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે આ મામલે ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્‍યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ જોરાવરનગર પાસે પણ ખનીજ ભરેલ ડમ્‍પર યુવક ઉપર ફરી વળ્‍યું છે યુવકનું ઘટના સ્‍થળે મોત નિપજવા પામ્‍યું છે આ મામલે પર પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજી તરફ કોઠારીયા રોડ નજીક પણ ઋતુ પર ડમ્‍પર ફરી વળ્‍યું છે વૃદ્ધનું ઘટનાસ્‍થળે મોત નિપજવા પામ્‍યું છે.
જોરાનગર સરગમ હોટલ નજીક યુવક ઉપર ડમ્‍પર ફરી વળ્‍યું છે આ મામલે જોરાવરનગર પોલીસ સ્‍ટેશનમાં વિશાભાઇ બચુભાઇ વાસફોડા જાતે વાજા ઉં.વ.૪૯ ધંધો મજુરી રહે.ધોળકા નવી પોસ્‍ટ ઓફીસ પાસે તા.ધોળકા જી.અમદાવાદ નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, રતનપર સરગમ હોટલ સામે રોડ ઉપર આરોપી પીળા કલરનું ડમ્‍ફર નં.GJ-13-W-2550 નો ચાલક ફરીયાદીના કાકાના દિકરા રવિભાઇ અમરતભાઇ તથા તેમના મામાના દીકરા નવીનભાઇ મોટરસાયકલ નં.GJ-13-AQ-5656 વાળુ લઇને જોરાવરનગર થી રતનપર મુળી સુરેન્‍દ્રનગર રોડ ઉપર આવેલ સરગમ હોટલે ચા પીવા માટે આવેલ હતા અને મોટરસાયકલ સરગમ હોટલે મુકી સામે ની સાઇડમાં રવિભાઇ અમરતભાઇ ડીવાઇડર ક્રોસ કરી પેશાબ કરવા જતા હતા તે દરમ્‍યાન મેક્‍સન સર્કલ તરફથી એક પીળા કલરનુ ડમ્‍ફરના ચાલકે પોતાના હવાલા વાળુ ડમ્‍ફર પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીયાદીના ભાઇ રવીભાઇ અમરતભાઇ સાથે પાછળથી ભટકાડી શરીરે મુઢ ઇજાઓ કરી તથા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાશી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્‍સ. શ્રી રણજીતસિંહ દાદુભાને સોંપવામાં આવી છે.
વઢવાણ નજીક પણ અકસ્‍માતમાં વૃદ્ધનું મોત નિપજવા પામ્‍યું છે.જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્‍યો છે.ત્‍યારે આ મામલે મયુરભાઈ મગનભાઈ સોલંકી જાતે અનુ.જાતી ઉં.વ.૨૯ ધંધો ડ્રાઈવીંગ રહે.જુનાગઢ સંત રોહીદાસનગર મેઘાણીનગરની સામે પી.ટી.સી. પાછળ આઈ.ટી.આઈ. રોડ જુનાગઢ મુળ રહે.રાજપર ગામ તા.વઢવાણ જી.સુરેન્‍દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, દેદાદરા ગામના પાટીયા થી આશરે અડધો કીમી આગળ પેપરમીલ પાસે રોડ ઉપર આરોપી એક સફેદ કલરની ફોર વ્‍હિલ કાર રજી. નં.GJ-01-RW- 2149 વાળીનો ચાલક આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની ફોર વ્‍હિલ કાર પુર ઝડપે અને ગફલત ભરી અને બેદરકારી રીતે ચલાવી આવી ફરીયાદીના પિતાજી બેસેલ તે રીક્ષા નં.GJ-38-W-7144ᅠ ᅠવાળીને સામેથી ભટકાડી રીક્ષાને રોડની સાઈડમા પલટી ખવડાવી દઈ ફરીયાદીના પિતાજીને ડાબા હાથે તથા ડાબા પગે ફેક્‍ચરની ઈજાઓ કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી તેમજ રીક્ષાના ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ કરી અકસ્‍માત કરી નાશી જઈ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્‍સ. શ્રી એ.કે.રાઠોડ વઢવાણ પો.સ્‍ટે. નાઓ કરે છે..
ચોટીલા નજીક પણ અકસ્‍માત સર્જાયો છે ડમ્‍પર ચાલકે યુવકને અડફેટે લેતા ઘટના સ્‍થળે યુવકનું મોત નિપજવા પામ્‍યું છે ફરીયાદી દિનેશભાઇ જગાભાઇ બારડ જાતે રાજપુત ઉં.વ.૩૩ ધંધો ખેતી/પશુપાલન રહે. ચાણપા તા.ચોટીલાનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, નેશનલ હાઇવે રોડ પર ચાણપાના બોર્ડની પાસે નાળાની નીચે આરોપી કોઇ અજાણ્‍યો વાહન ચાલક નામ નંબર નથી. કોઇ અજાણ્‍યા વાહન ચાલકે અજાણ્‍યા માણસ ઉં.વ.આશરે ૩૫ વર્ષ વાળાને તેનું વાહન બેફીકરાઇથી તેમજ બેદરકારી થી ચલાવી વાહનનું ટાયર બંન્ને પગ ઉપર ચડાવી અજાણ્‍યા માણસને બન્ને પગે ગંભીર ઇજાઓ કરી અજાણ્‍યા માણસનું મોત નિપજાવી પોતાનું વાહન લઇ નાશી જઇ ગુન્‍હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્‍સ. શ્રી એમ.કે.ગોસાઇ ચોટીલા પો.સ્‍ટે. નાઓ કરે છે.

 

(11:53 am IST)