Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

બોટાદના સીરોડનના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૧ : બોટાદનાં નામીચા સીરોડનનાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્‍યુ છે. આ શખ્‍સે તાજેતરમાં જ વિ.હિ.પ પ્રમુખને ધમકી આપી હતી.
બોટાદના કુખ્‍યાત અનેક ગુનાઓમાં સંડોવાયેલા સીરાજ ઉર્ફે સીરોડનના ખસરોડ ઉપર આવેલ પઠાણવાડી વિસ્‍તારમાં આવેલ ગેરકાયદે બાંધકામો ઉપર તંત્ર દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે પહોંચી બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા છે. મામલતદાર, ડીવાયએસપી, પી.આઇ., પી.એસ.આઇ, એસ.સી.બી પોલીસ સહિત પોલીસ કાફલો આ ઓપરેશન બુલડોઝર સમયે ઉપસ્‍થિત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કુખ્‍યાત શખ્‍સ સીરોડનને વિ.હિ.પ પ્રમુખને ધર્મસ્‍થાનો ઉપર બાંધેલા માઇક લાઉડ સ્‍પીકર ઉતારી નાખવા નહીંતર મારી નાખવાની ધમકી આપી હતી.

 

(11:55 am IST)