Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સરહદી ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ

ખાવડાથી 48 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું: લોકો ઘરની બહાર દોડી ગયા

કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરહદી ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે.  ખાવડાથી 48 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભુકંપના આંચકના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા અને સરહદી વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા પરંતુ સદ્નસીબે, હજી કોઇ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી

(11:55 am IST)