Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જસદણ તાલુકાના બાકી ગામોમાં સૌની યોજનાનો લાભ આપવા ભુપેન્‍દ્રભાઇ પટેલને આગેવાનોની રજુઆત

પાણીનો લાભ ન મળતા ખેડુતો ખુબ જ મુશ્‍કેલીમાં

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૧: સૌની યોજના  અંતર્ગત જસદણ તાલુકાના ઘણા વિસ્‍તારજે આ યોજનાનો લાભ મળ્‍યો છે ત્‍યારે બાકી રહેતા ગામોને પણ સૌની યોજનાનો લાભ મળે તે માટે આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી છે.

જસદણ પંથકના ભાડલા આસપાસના ગામોમાં સૌની યોજનાનો સમાવેશ નથી થયો આમેય જસદણ પંથક પહેલાથી જ પછાત પણું ભોગવે છે પરંતુ અમુક ગામોમાં સૌની યોજનાનો લાભ મળ્‍યો ત્‍યારથી ત્‍યાં ખેડુતો પાક લઇ શકે છે. પરંતુ જે ગામડામાં યોજનાનો લાભ નથી. ત્‍યાં ખેડુતો હજુ ખુબ જ પરિસ્‍થિતિમાં જીવતા હોય યોજનાનો લાભ દેવા વિનંતી કરી છે.

જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી અને જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ રવજીભાઇ સરવૈયાની આગેવાની હેઠળ સરપંચો આગેવાનો જેમાં અરવિંદભાઇ ડોબરીયા ભાડલા, રાજેશભાઇ દોમડીયા ભાડલા, રમેશભાઇ તળાવીયા રણજીતગઢ, ધીરૂભાઇ રામાણી કમળાપુર, વાલજીભાઇ ડોળીયા વેરાવળ, ધનાભાઇ માલધારી કડુકા, આટકોટ જીલ્લા પંચાયતના સભ્‍ય પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, વનરાજભધાઇ ખીંટ આંબરડી,  અશોકભાઇ બથવાર ચીતલીયા, મધુભાઇ ટાઢાણી પાંચવડા આગેવાનો જોડાયા હતા.

આ અંગે આગેવાનોએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે હકારાત્‍મક અભિગમ આપ્‍યો છે અને જો શકય હશે તો આ યોજનાનો આ ગામોને લાભ સરકાર અપાવશે.

હોસ્‍પીટલના લોકાર્પણ પ્રસંગે ભુપેન્‍દ્રભાઇ પટેલ જાહેરાત કરે તેવી લાગણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૧: આગામી તા.ર૯ના રોજ આટકોટ ખાતે હોસ્‍પીટલના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ પણ આટકોટ આવવાના છે ત્‍યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં જ આ પંથકના લોકોની સુખાકારી માટે સૌની યોજનાની જાહેરાત કરી સુકા ભઠ્ઠ રહેલા આ ગામડાને હરીયાળા બનાવે તેવી આ પંથકના સર્વ જ્ઞાતિના અને રાજકીય આગેવાનો તેમજ પ્રજાની લાગણી છે.

(12:09 pm IST)