Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ભાભીએ ઠપકો આપતા સગીર નણંદનો આપઘાત

માળીયાના કડાયા ગામે અરેરાટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧: જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના કડાયા ગામની ઉર્મિલા લાખાભાઇ ભાદરકા નામની ૧૭ વર્ષીય સગીરાને ગઇ કાલે સાંજે ઘરકામ બાબતે તેની ભાભીએ ઠપકો આપ્‍યો હતો.

આ બાબતનું માઠુ લાગી આવતા ઉર્મિલાએ એસિડ ગટગટાવી લીધુ હતું. આથી શ્રેણીને પ્રથમ માળીયા અને બાદમાં જૂનાગઢ સિવિલમાં સારવારમાં અને બાદમાં જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડાતા તેણીનું મૃત્‍યુ નિપજ્‍યુ હતું.

આ અંગે મૃતકના પિતા લાખાભાઇ ભીખાભાઇએ જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(1:32 pm IST)