Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં બનાવટી ડિગ્રી સર્ટિફીકેટ કૌભાંડના બે આરોપીઓ કોર્ટ હવાલે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧: દેવભુમિ દ્વારકા જિલ્લામાં બોગસ મરીન ડીગ્રી સર્ટિફીકેટનું કૌભાંડ એસઓજી એલસીબી તથા આઇપીએસ ટ્રેઇની નિધી ઠાકુરે પકડી પાડીને પાંચ વ્યકિતઓને આવા સટિઁફિકેટ આપતા પકડી પાડયા હતા.

આ પ્રકરણમાં નીધિ ઠાકુર તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇ. પી.સી. સીંગરખીયાએ રોનક કાસ્તા તથા વિનયકુમાર નામના વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી તથા તેમની પાસે થી પણ આ પ્રમાણપત્રને લગતુ સાહિત્ય કબ્જે કરી કોર્ટ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રેઇની આઇ.પી.એસ.નીધિ ઠાકુર તેમની ટીમ સાથે બિહારના કેટલાક વિસ્તારોમાં પણ તપાસમાં ગયેલા અને જયાંથી મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી.

(1:32 pm IST)