Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વિસાવદરમાં મામલતદાર કચેરીમાં અરજદારોને ઉભા ઉભા પગલે પાણી ઉતરે છે : બેસવાની વ્‍યવસ્‍થા જ નથી !!

વૃધ્‍ધો-મહિલાઓ-અપંગો સહિતના અરજદારો માટે બાંકડાઓ મુકવા ટીમ ગબ્‍બરની માંગ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૧: વિસાવદર મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને બેસવા માટે બાંકડા,બેન્‍ચો મુકવા ટિમ ગબ્‍બરે માંગણી કરી છે.

વિસાવદર ટિમ ગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા -એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ મુખ્‍યમંત્રી,જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી,મામલતદારને લેખીતરજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લામાં સૌથી મોટો તાલુકો હોય,જેથી વિવિધ સરકારી કામકાજ માટે અરજદારોને દૂર દૂર ગામોએથી કચેરીમાં આવવું પડતું હોય જેમાં વૃદ્ધો, અપંગો, મહિલાઓ વિગેરે મોટી સંખ્‍યામાં લોકો આવતા હોય અને મોટો તાલુકો હોય તેના કારણે લોકોની ભીડ રહેતી હોય આ કચેરીઓમાં આવતા અરજદારોને બેસવા માટેની કોઈ વ્‍યવસ્‍થા ન હોય,તેમજ કચેરી બહાર પણ બેસવાની કોઈ વ્‍યવસ્‍થા ન હોય,જેથી આ કચેરીઓમાં આવતા અરજદારોને બેસવા માટે ગ્રાઉન્‍ડમાં બાંકડા,બેંચો નાખવામાં આવે તે જરૂરી હોય જેથી આ કચેરીના ગ્રાઉન્‍ડમાં બાંકડા,તથા બેંચો તાત્‍કાલિક ફિટ કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્‍બરની માંગ છે.

(1:32 pm IST)