Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જુનાગઢ જીલ્લામાં પોલીસ દ્વારા વાહનોની હરરાજી

જુનાગઢ, તા. ૧૧ : જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશન, ભવનાથ પોલીસ સ્‍ટેશન, વિસાવદર પોલીસ સ્‍ટેશન, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન, તાલુકા પોલીસ સ્‍ટેશન, બીલખા પોલીસ સ્‍ટેશન, ટ્રાફિક શાખા, મેંદરડા પોલીસ સ્‍ટેશન તેમજ ભેસાણ પોલીસ સ્‍ટેશનમાં પડેલ જૂના વાહનો કુલ ૯૧૫ વાહનો જેમાં ૮૪૮ મોટર સાયકલ, ૬૨ રીક્ષા તેમજ ૦૫ ફોર વ્‍હીલની હરરાજી કરી, કુલ રૂ. ૫૯,૨૧,૨૪૦/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્‍ટેશનમાં પડેલા વાહનોની જાહેર હરરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લાના બાકીના માંગરોળ અને કેશોદ ડિવિઝન ના જુદા જુદા પોલીસ સ્‍ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:33 pm IST)