Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ પદે મનસુખભાઇ રાબડીયા ઉપપ્રમુખ કૈલાશભાઇ રામોલીયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૧: શ્રી લેઉવા પટેલ સમાજ, જામનગરના વર્ષ ૨૦૨૨-૨૦૨૫ના કારોબારી સમિતિનાં હોદેદારોની નિમણુક કરવામાં આવી છે.

જેમાં સતત બીજા વર્ષે પ્રમુખ તરીકે મનસુખભાઇ પરસોતમભાઇ રાબડીયા, ઉપપ્રમુખ તરીકે કૈલાશભાઇ ચનાભાઇ રામોલીયા, મંત્રી તરીકે લવજીભાઇ નારણભાઇ વાદી, સહમંત્રી તરીકે રમેશભાઇ વિનોદભાઇ વેકરીયા તથા ખજાનચી તરીકે કિશોરભાઇ દેવજીભાઇ સંઘાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

(1:33 pm IST)