Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોરબીમાં વૃધ્‍ધા પર હુમલો

મારા ઘર સામે ચંપલ કેમ નાખ્‍યા ? તેમ કરી બે મહિલા સહિત ચાર તૂટી પડયા

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૧ :  મોરબીમાં નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. જ્‍યાં વળદ્ધાને ‘‘મારા ઘર સામે કેમ ચંપલ નાંખ્‍યા છે'' કહી બે મહિલા સહીત ચાર શખ્‍સોએ હુમલો કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખવ થવા પામી છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ ન્‍યુ આદર્શ સોસાયટીમાં રહેતા શારદાબેન મુકેશભાઇ પાચોટીયા (ઉ.૬૫) એ ફરિયાદમાં જણાવ્‍યું અનુસાર તેઓ શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પોતાના જુના મકાને સાફ સફાઇ તથા સંભાળ માટે ગયેલ હોય પોતાના મકાનના ફળીયામાં કોઇના ચંપલ પડેલ હોય જે બાર નાખતા આ કામે આરોપી રમેશભાઇ રબારી એ પોતાના ઘર સામે કેમ ચંપલ નાખેલ છે. તેમ કહી વળદ્ધા  સાથે ઝગડો બોલાચાલી કરી ગાળો આપી ઘરમાં પ્રવેશીને જાપટ મારી હતી. તેમજ તેની પત્‍ની મિરાબેન, પુત્રીઓ નેહાબેન અને સુરજબેને વળદ્ધાને વાળ ખેચી ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૪૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:34 pm IST)