Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોરબીના સનાળામાં ચીલ ઝડપ કરનાર રીઢા ગુન્‍હેગારને એલસીબીએ ઝડપી લીધો

પકડાયેલ વિક્રમ વાઘેલા સામે અગાઉ નવ ચીલ ઝડપના ગુન્‍હાઓ નોંધાયા છે

મોરબી,તા.૧૧ : મોરબીના શનાળા ગામે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરીને બાઈકમાં એક ઇસમ નાસી ગયો હોય જે બનાવ મામલે એલસીબી ટીમે એક આરોપીને ઝડપી લીધો છે તો ઝડપાયેલ આરોપી વિવિધ જીલ્લામાં નવ જેટલા ચીલઝડપના બનાવોને અંજામ આપી ચુકયો હોવાનું ખુલ્‍યું છે

મકનસર ગામના ચેતનાબેન કરમટા વીરપર ગામે લગ્ન પ્રસંગ પૂરો કરી શનાળા ગામે જતા હોય ત્‍યારે મોટરસાયકલમાં આવેલ અજાણ્‍યો ઇસમ મહિલાના ગાળામાં પહેરેલ સોનાનો ચેન આચકી નાસી ગયો હતો જે બનાવમાં મહિલાને ઈજા પહોંચી હતી જે  એલસીબી ટીમે તપાસ ચલાવી હતી જેમાં બાતમીદારો પાસેથી મળેલી માહિતી મુજબ બાઈક જીજે ૦૩ એમસી ૧૦૭૦ વપરાયાનું ખુલ્‍યું હતું જે બાઈક અંગે પોકેટ કોપ એપ મારફત સર્ચ કરતા બાઈક વિક્રમ વલ્લભભાઈ વાઘેલા રહે ભાડલા તા જસદણ વાળનું હોવાનું જાણવા મળતા તેને ઝડપી લઇ પૂછપરછ કરતા આ ગુન્‍હાની કબુલાત આપી હતી.

 ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જે ચારેક વર્ષ પહેલા ભાડલા તાલુકાના કનેસરા ગામ, સુદામડા ગામથી થોરીયાળી ગામ, જસદણથી ઘેલા સોમનાથ રોડ, મોઢુંકા, બોટાદ રોડ, ગઢડા રોડ, લીંબડીથી સાયલા રોડ, બોટાદ, થાન વાંકાનેર રોડ સહિતના વિસ્‍તારોમાં નવ ચીલઝડપના બનાવોને અંજામ આપેલ છે જેમાં આરોપી પકડાયો ના હતો અને આખરે પોલીસે આરોપીને ઝડપી લઈને રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

પોલીસે બનાવમાં ગયેલ સોનાનો ચેઈન ૯ તોલા કીમત રૂ ૨.૭૦ લાખ તેમજ ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૩ એમસી ૧૦૭૦ કીમત રૂ ૨૫ હજાર મળીને કુલ રૂ ૨.૯૫ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્‍યો છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાંણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પોલાભાઈ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, સુરેશભાઈ હુંબલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કણોતરા, પળથ્‍વીરાજસિંહ જાડેજા, શક્‍તિસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, ચંદ્રકાન્‍તભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડા, કુલીબેન તરાર, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂગસીયા, બ્રિજેશભાઈ કાસુન્‍દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, નિર્મળસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, સતીષભાઈ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:34 pm IST)