Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોરબી ત્રજપર ચોકડી પાસે જુગાર રમતા ૩ શખ્‍સો પકડાયા

સરદાર ચેમ્‍બર પાસે વ્‍હોટ્‍સએપમાં વર્લીનો જુગાર રમાડતો મનસુખ ખાણધર પકડાયો

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૧ : મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

 પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન  ત્રાજપર ચોકડી પાસે રેઇડ કરી જુગાર રમતચા મહેશપુરી વેલપુરી ગૌસ્‍વામી, અનિલ કેશુભાઇ ધંધુકીયા અને સોહિલ બદરૂદિનભાઈ લાખાણીને રોકડા રૂા. ૧૦૪૫૦ અને ગંજીપતા સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ વાવડી રોડ નંદનવન-૩ ની સામે સરદાર ચેમ્‍બર પાસે જાહેરમાં મનસુખ  દેવકરણભાઈ ખાણધર વ્‍હોટ્‍સએપથી સંપર્ક કરી આરોપી અંકીત મોચી સાથે વર્લી ફિચરના આંકડાઓ લખી કપાત કરાવી જુગાર રમતા વરલીના સાહિત્‍ય, એક મોબાઇલ તથા રોકડ રૂા. ૨૭૫૦ મળી કુલ ૧૨,૭૫૦ના મુદામાલ સાથે બી ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી અને અંકિતની શોધખોળ હાથ ધરી હતી.

(1:35 pm IST)