Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગરમાં ડિમોલેશન વખતે પોલીસ સાથે ચકમક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧: જામનગરના મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ હેઠળ પોલીસ બંદોસ્ત સાથે ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે ડીમોલેશન પ્રક્રિયા શરૃ થતાં જ વાડી માલિકો દ્વારા વિરોધ વ્યકત કરી પોલીસ સાથે ચકમક પણ થઇ હતી.ઙ્ગ

જામનગરના મહાપ્રભુજીનીબેઠક પાછળ આવેલ ૨૭ અંતર્ગત ૧,૨,૩ નંબરના સર્વે નંબર માંથી ટીપી સ્કીમ હેઠળ નો રસ્તો ખુલ્લો કરાવતા ભારે હોબાળો સર્જાયો હતો. વાડી માંથી ૧૨ મીટરનો રસ્તો ખુલ્લો કરાવવા કુલ ૭.૫ લાખ ફૂટ જગ્યામાં ડીમોલેશન હાથ ધરી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. (તસવીર ઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:30 pm IST)