Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જીવદયા પ્રેમનું ઉદાહરણ : મોરબીના પીપળી ગામે માદા શ્વાનનું મોત થતા સમાધી આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : મોરબીના પીપળી ગામે આવેલ કબીર કિરણ ધામ ખાતે રહેતી નેન્‍સી નામની પામોરીયન જાતિની માદા શ્વાસનું દોઢ વર્ષની ઉમરે અવસાન થયું હોય ત્‍યારે જીવદયા પ્રેમીઓ દ્વારા સ્‍મશાન યાત્રા કાઢી માદા શ્વાનને સમાધી આપી હતી.

પીપળી (મોરબી) સ્‍થિત કબીર કિરણ ધામ જે છેલ્લા ઘણા વર્ષોથી સંત કિરનદાસ દ્વારા નિર્માણધિન પામેલ સંકુલનમાં ભજન, સત્‍સંગ, વૃક્ષરોપાણ,પંખીઓ માટે ચણ, પગપાળા યાત્રા માટે અનક્ષેત્ર દર પૂનમના બટુક ભોજન તેમજ સંતવાણી તેમજ સામાજીક ક્ષેત્રે લોકોમાંથી અંધશ્રધ્‍ધા દૂર કરવી, વ્‍યસમુક્‍તિ તેમજ આધ્‍યાત્‍મિક જ્ઞાનની પરબ સમાન વિવિધ કાર્યો અહી થઈ રહ્ય છે.જેનો મોરબી તેમજ આજુ બાજુ ના ગામો તથા છેક કચ્‍છ (વાગડ)માંથી મુમુક્ષ જનો અહી લાભ લેતા હોય છે.

જીવદયા માટે ખૂબ જ મમત્‍વ ધરાવતા તેમજ માયાળુ સ્‍વભાવ ધરાવતા સંત કિરનદાસ પાસે છેલ્લા આઠ વર્ષ પહેલાં ‘નેન્‍સી' નામનું પામોરિયન જાતિનું માદા શ્વાન દોઢ માસની ઉંમરનું આવેલ તેણીને સંત કીરનદાસજીએ એક માનવબાળ હોય તેવા લાલન-પાલન થી ઉછેરી અને તેણીને પ્રશિક્ષણ આપી ખૂબ જ ઉચ્‍ચ લક્ષણ ધરાવતા શ્વાન તરીકે પાળીનેᅠ ઉમદા ઉદાહરણ પૂરૂં પાળેલ છે. આ નેન્‍સી નામનું શ્વાન સંપૂર્ણ સંકુલનું જાગતો પ્રહરી/ ચોકીદાર અને એક વફાદાર પ્રાણી તરીકે છેલા શ્વાસ સુધી માતાજીનો પડછાયો બની ને જીવન જીવી બતાવ્‍યું.

જે નેન્‍સી નામની શ્વાનનું અવસાન થતા કબીર કિરન ધામના સંત શ્રી કિરનદાસ, સંચાલક વસંતભાઈ મહેશ્વરી તથા કબીર કિરનધામ પરિવારના સેવકો એ બપોરના ૩ વાગ્‍યે માનવની અંતિમ ક્રિયા થાય તે રીતે પૂરા માન સન્‍માનથી સ્‍મશાન યાત્રા યાત્રા યોજી સમાધિ આપી હતી નેન્‍સી શ્વાનᅠ છેલા ૪/૫ દિવસથી બીમાર હોય તેની સારવાર માટે ૧૯૬૨ હેલ્‍પલાઇન દ્વારા પ્રાથમિક સારવાર આપેલ તથા મોરબી સ્‍થિત અબોલ જીવ માટેની સેવાભાવી સંસ્‍થા કર્તવ્‍યᅠ જીવદયા દ્વારા ઉમદા નોંધપાત્ર સારવાર આપેલ જે જીવદયા માટે પ્રશંસાને પાત્ર છે. તા.૧૫/૦૫/૨૦૨૨ના રોજ શ્રધાંજલિ અર્થે પૂનમના રોજ સંતવાણી તેમજ વિવિધᅠ કાર્યક્રમ રાખેલ છે.

(1:36 pm IST)