Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જુનાગઢની રૂા.પ.ર૬ લાખની મત્તાની લૂંટનો ભેદ પોલીસને હાથવેંતમાં

વિવિધ પોલીસ બ્રાંચ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧ : જુનાગઢની રૂા.પ.ર૬ લાખની મત્તાની લૂંટનો ભેદ પોલીસને  હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

અત્રે જોશીપરાના બાલસનગરમાં રહેતા પ્રકાશભાઇ બાલસના પત્‍ની જયાબેન સોમવારની સમી સાંજેઘરે એકલા હતા ત્‍યારે બે બુકાનીધારી શખ્‍સોએ મોઢું દબાવી છરી બતાવી રોકડ અને દાગીના સહિત રૂા.પ.ર૬ લાખની મતાની લુંટ ચલાવીને બંને ઇસમો નાસી ગયા હતા.

આ લુંટનો ભેદ ઉકેલવા માટે એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા ડી.વાયએસ.પી. પ્રદીપસિંહ જાડજો તેમજ બી ડીવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એસ.ઓ.જીની ટીમને તપાસના કામે લગાડી છે.

સીસીટીવી કુટેજના આધારે તપાસ કરતા પોલીસને મહત્‍વની કડી પ્રાપ્‍ત થઇ છે. અને લૂંટના બનાવના ભેદ સુધી પોલીસ પહોંચી ગઇ હોવાનું જાણવા મળેલ છ.ે

વધુમાં જાણવા મળ્‍યા મુજબ જયાબેનના ભાઇ મોહનભાઇ ચાર દિવસ અગાઉ રૂા.પ.રપ લાખની રોકડ અને ભાણેજ મહેશ સોલંકી બે લાખ રોકડા તેમજ ચારેક તોલા સોનાના દાગીના એક માસ અગાઉ બાલસ પરિવારનેત્‍યા રાખી ગયેલા હોવાનું પણ સામે આવ્‍યું છ.ે

લુંટારૂ શખ્‍સોએ મોઢા ઉપર માસ્‍ક પહેર્યા હતા જેમાં એક ઇસમ ઉચો અને માથા ઉપર છાજડીવાળી ટોપી અને બીજો શખ્‍સ શરીરે પાતળો અને ઉચાઇ ધરાવતો શ્‍યામ વર્ણો હોવાનું જણાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)