Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામનગર જીલ્લામાં ૩ અપમૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧ઃ જામનગર જીલ્લામાં અપમૃત્યુના ૩ બનાવ બન્યા છે.

કાલાવડમાંથી મોટરસાયકલ ચોરાયું

કાલાવડ પોલીસ સ્ટેશનમાં બળદેવસિંહ ભોજુભા જાડેજા, ઉ.વ.૪૮, રે. કૈલાશનગર કાલાવડ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના કાલાવડમાં ફરીયાદી બળદેવસિંહએ પોતાના ઘર પાસે કાળા કલરનું હોન્ડા સ્પેલન્ડર જેના રજી.નં. જી.જે.–૦૩–જે.જે.–પ૮૮પ નું કિંમત રૃ.૧પ,૦૦૦/– નું પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગુનો કરેલ છે.

ફરજમાં રૃકાવટ કર્યાની રાવ

જોડીયા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર અશોકકુમાર રાજા, ઉ.વ.ર૮, રે. રાધે રેસીડેન્સી, ધ્રોલ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના ટીંબડી ગામે આરોપી વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા તથા એક વાદળી શર્ટ પહેરેલ અજાણ્યો ઈસમ એ ફરીયાદી જીતેન્દ્ર જુનીયર ઈજનેર તરીકે નોકરી કરતા હોય તેની કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી જાહેરમાં ભુંડી ગાળો બોલી ધકામુકી કરી હાથ ચાલાકી કરી ગાલ ઉપર તમાચો મારી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જેમ તેમ ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાના ધોકો ઉપાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ઠેબા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી

પંચ એ પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ નારણભાઈ પ્રાગડા, ઉ.વ.૪પ, રે. ઠેબા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના ઠેબા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉ.વ.આ.૩૦ નો જેણે શરીરે બ્લુ રંગનો શર્ટ પહેરેલ હતો તો ગોરધનભાઈ પ્રાગડા ના ઘરેથી ખોડીયાર માતાજીના મંદિરની ચાવી લઈ મંદિરની ઝારીમાં મારેલ લોક ખોલી અંદર પ્રવેશ કરી મંદિરમાં રાખેલ દાન પેટી કોઈ હથીયાર વડે તોડી દાન પેટીમાં રહેલ આશરે ૩૦,૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મીગ કોલોનીમાંથી બે સાયકલોની ચોરી

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં સુમીતભાઈ હરીશભાઈ ગોસરાણી, ઉ.વ.ર૪, રે. બીગ કોલોની બ્લોક નં.૦ર/૭ એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના મીગ કોલોની બસ સ્ટેન્ડ પાછળ, જામનગરમાં ફરીયાદી સુમીતની હરકયુલીસ કંપની બ્લેક હંન્ટર મોડલની કેશરી તથા કાળા કલર ની સાયકલ જેની કિંમત રૃ.ર૦૦૦/– ની તથા સાહેદ કૌશલભાઈ બદીયાણીની હિરો કંપનીની કાળા કલરની ટ્રાવેલર મોડલની સાયકલ જેની કિંમત રૃ.ર૦૦૦/– ની છે તે બંન્ને સાયકલો ફરીયાદી સુમીત તથા સાહેદ કૌશલના ઘર પાસેથી કોઈ અજાણ્યો રીક્ષા ચાલક ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા બે ઝડપાયા

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના શંકર ટેકરી વાલ્મીકીનગર ચોક, જામનગરમાં આરોપી કમલેશભાઈ રામજીભાઈ વાઘેલા, પ્રકાશભાઈ નાનજીભાઈ વાણીયા, રે. જામનગરવાળા ઈન્ડીયન પ્રીમીયમ લીગ(આઈ.પી.એલ.) ના સાંજના સાડા સાત વાગ્યાના ગુજરાત ટાઈટન્સ અને લખઉ સુપર ઝાઈન્ટસ ના મેચ ઉપર પ્લેયર ને માંગી રનફેર ઉપર નો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૃ.૧૦૪૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૃની બોટલ સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના ઈદ્રીશપીરની દરગાહ પાસે, જામનગરમાં આરોપી મયુર કનુભાઈ રાઠોડ, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ–૧, કિંમત રૃ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

કચરો ફેકવાની ના પાડતા માર માર્યો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન નવીનભાઈ હરીભાઈ વશીયર, ઉ.વ.૪૬, રે. પવન ચકકી, હિરો ના શો રૃમની પાછળ, રાવલવાસ ચોકમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–પ–ર૦રરના પવન ચકકી હિરોના શોરૃમની પાછળ, રાવલ વાસ ચોક, જામનગરમાં ફરીયાદી ભાવનાબેન એ આરોપી પાયલ રાવલ ને મચ્છી મટનનો કચરો શેરીમાં નાખવાની ના કહેતા આ બાબતનો ખાર રાખી આરોપી પાયલ રાવલ તથા પાયાના માતા એ ફરીયાદી ભાવનાબેનને ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તથા આરોપી ગોપાલ રાવલ, વનુ રાવલ, રે. જામનગરવાળા એ લાકડાના ધોકા વડે શરીરે તથા બંન્ને હાથમાં આડેધડ માર મારી શરીરે મુંઢ ઈજા તથા જમણા હાથની આંગળી તથા ડાબા હાથની કલાઈ માં ફેકચર તથા ડાબા હાથની હથેળીમાં સારવાર ના ટાંકા આવે તેનવી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–પ–ર૦રરના પુરબીયાની ખડકી પટણી જમાત ખાના પાછળ, જામનગરમાં આરોપીઓ સફીકભાઈ યાસીનભાઈ પંજા, અકતરભાઈ અબ્દુલભાઈ પંજા, મહંમદરફીક ઈસ્માઈલભાઈ પટાસ, મહેબુબભાઈ ઈકબાલભાઈ કુરેશી, ઈસ્માઈલભાઈ સીદીકભાઈ પંજા, અલ્તાફભાઈ હુશેનભાઈ ખટાઈ, રે. જામનગરવાળા ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૃ.૧૦૭ર૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

કુવામાં પડી જતા મહિલાનું મોત

જામનગર જિલ્લાના ધુતરપર ગામે રહેતા લખમણભાઈ મોમૈયાભાઈ મુધવા, ઉ.વ.પ૦ એ પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–પ–ર૦રરના આ કામે મરણજનાર કનુબેન સામજીભાઈ મોમૈયાભાઈ મુધવા, ઉ.વ.૩૪, રે. ધુતારપર ગામવાળા પોતાના ગામના કુવામાં પાણી ભરવા જતા કુવાના કાંઠે નમી જતા કુવામાં પડતા ડુબી જતા મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા મોત

ઉતરપ્રદેશ રાજયના અમેઠી જિલ્લાના સતાપુર તાલુકાના તરહારપુર ગામે રહેતા મહેશકુમાર શ્યામસુંદર ગુપ્તા, ઉ.વ.૩૦ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–પ–ર૦રરના આ કામે મરણજનાર શ્યામસુંદર લાલારામ ગુપ્તા, ઉ.વ.પ૩, રે. તરહાપુર ગામ, તા.સતાપુર, જિ.અમેઠી, ઉતરપ્રદેશવાળા પડાણા સીમમાં વેર હાઉસ પાસે પોતાના ટ્રક નં. આર.જે.–૩૬–જી એ–પ૭૦૮ માં ભરેલ માલસામાન ઉપર તાલપત્રી ઢાકતા ઓચિંતાનું છાતીમાં દુઃખાવો ઉપડતા મરણ ગયેલ છે.

હાર્ટએટેકથી આઘેડનું મોત

જામજોધપુર તાલુકાના અમરાપર ગામે રહેતા હરસુખભાઈ બેચરભાઈ સોલંકી, ઉ.વ.૪ર એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–પ–ર૦રરના આ કામે મરણજનાર સરમણભાઈ નાજાભાઈ ભોળા, ઉ.વ.૪૪, રે. પરડવા ગામ તા.જામજોધપુરવાળાને અવર નવાર છાતીમાં દુઃખાવો રહેતો હોય જેના લીધી હાર્ટ એટેક આવતા મરણ થયેલ છે.

(1:40 pm IST)