Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જુનાગઢ મહાનગરના વિકાસ અર્થે સમીક્ષા બેઠક

જુનાગઢઃ મહાનગરના નગરજનોની સુવિધા તેમજ જુનાગઢ શહેરના વિકાસ અર્થે જુનાગઢ મહાનગર પાલીકા દ્વારા આપવામાં આવતી સવલતો ઝડપભેર મળી રહે અને કોઇ પણ કામ પેન્‍ડીંગ ન રહે તે હેતુસર એક સમીક્ષા બેઠકમાં રોડ, ગટર, લાઇટ, પાણીની લાઇનના કામો તેમજ આધારકાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, સરકારશ્રીની જુદીજુદી યોજનાઓ તેમજ ડોર ટુ ડોર સફાઇ, આંગણવાડી, બાંધકામ વિકાસ પરવાનગી, બાંધકામોમાં ફાયર સેફટીની સુવિધા, સરકારશ્રીની તળાવ ઉંડા ઉતારવાની યોજના,પ્રિમોન્‍સુનની કામગીરી તેમજ હાલ ઉનાળાની ઋતુમાં પાણીની તંગી ન સર્જાય તે હેતુથી આગવા આયોજન અંગે તેમજ સરકારશ્રીમાંથી આવતી ગ્રાન્‍ટના કામોનું આયોજન કરી અને તાત્‍કાલીક ચાલુ કરવા અને જે કાર્યરત કામ છે તેને પુર્ણ કરવા તેમજ સરકારશ્રીની ભુગર્ભ ગટર યોજનાની કામગીરી પુર્ણ કરવી, ગેસલાઇન લોકોના ઘર સુધી પહોંચે તેવી વ્‍યવસ્‍થા કરવી અને ઉપરોકત તમામ કામગીરી લગત શાખાના અધિકારીશ્રીઓ દ્વારા થતી કાર્યવાહી અર્થે સમીક્ષા કરેલ. તેમજ અરજદારશ્રીઓ દ્વારા કરવામાં આવતી અરજીઓનો સત્‍વરે તાત્‍કાલીક નિકાલ કરવા અને જુનાગઢ મહાનગરમાંથી એક પણ ફરીયાદ ન આવે તેવી વ્‍યવસ્‍થા કરવા અંગે મેયર ગીતાબેન મોહનભાઇ પરમાર દ્વારા સુચના આપવામાં આવેલ. આ સમીક્ષા બેઠકમાં ગીતાબેન મોહનભાઇ પરમાર, શાસકપક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, કમિશ્નર રાજેશ તન્ના, ડે. કમિશ્નર તેમજ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ. 

(1:41 pm IST)