Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જુનાગઢમાં પાડોશી પરિવાર ઉપર મહિલા સહિત ત્રણ શખ્‍સોનો હુમલો-બાઇકમાં તોડફોડ કરી

હુમલામાં ત્રણ વ્‍યકિતે ઇજા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૧: જુનાગઢમાં ગત રાત્રે પાડોશી પરિવાર ઉપર મહિલા સહીત ત્રણ શખ્‍સોએ હુમલો કરી બાઇકમાં તોડફોડ મચાવી હતી.

જુનાગઢના પાઠક નગરમાં રહેતા રોહીત મગનભાઇ ડાભી અને પાડોશી યુનુસ યાકુબના બૈરાઓ વચ્‍ચે અગાઉ માથાકુટ થઇ હતી.આ માથાકુટનું મનદુઃખ રાખી ગત રાત્રે યુનુસ યાકુબ તેમજ તેના પત્‍ની સાયરાબેન અને પુત્ર સોહીલે રોહીતભાઇ ઉપર પાઇપથી હુમલો કરી તેનો મોબાઇલ તોડી નાંખ્‍યો હતો.

આ હુમલામાં રોહીતને છોડાવવા માટે પત્‍ની ભાવીકા અને ભાઇ સુનીલ વચ્‍ચે પડતા તેના ઉપર પણ લાકડી વડે ત્રણેયે હુમલો કર્યો હતો.

તેમજ ઝપાઝપીમાં ભાવીકાના કાનનું બુટીયુ પડી ગયુ઼ હતું. તેમજ આ ઇસમોએ રોહીત ડાભીના મોટર સાયકલમાં પણ તોડફોડ કરીને નુકશાન પહોંચાડયું હતું.

આ બનાવમાં રોહીતભાઇ તથા તેની પત્‍ની અને ભાઇને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

સામા પક્ષે યુનુસ યાકુબને રોહીત, સુનીલે માર માર્યો હતો.

જુનાગઢ સી ડીવીજન પોલીસે બંને પક્ષની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(1:42 pm IST)