Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

બાબરાના ઇશાપુરની સીમમાં વિજ શોક લાગતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) બાબરા તાલુકાના ઇશાપુર ગામની સીમમાં રાજુભાઇ ઉર્ફે બુટસિંગ સુરતોભાઇ રાજનાર ઉ.વ.૫૦ ને ત્રંબોડાની સીમમાં જીવાભાઇની વાડીમાં વીજશોક લાગતા મોત નિપજયાનું પ્રતાપભાઇ અજનારે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ઝેરી દવા પી જતા મોત

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામે રહેતા કાળુભાઇ પ્રાગજીભાઇ ભાલીયા ઉ.વ.૩૯ની પત્ની જમણવારમાંથી ઘરે મોડી પહોંચતા પતીપત્ની વચ્ચે બોલાચાલી થતા ઝેરી દવા પી જતા મોત નિપજયાનું બાબુભાઇ ભાલીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ત્રણ શખ્સોએ વૃધ્ધ

ઉપર હુમલો કર્યો

ખાંભા તાલુકાના વાંગઘ્રા સીમમાં વાલજીભાઇ જાદવભાઇ વેકરીયા ઉ.વ.૭૧ ખેતરે આંટો મારવા ગયેલઅને ખેતરમાં જોતા ધારમાંથી માટી લીધેલ હોય જેથી માટી કોને પુછીને લીધી તેવુ જણાવતા કુટંુબી રવજી લખમણભાઇ, હરજીભાઇ, ભદ્રેશ હરજીભાઇએ ગાળો બોલી ખપાળી અને લાકડી વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરંગીમાં વૃધ્ધ ઉપર હુમલો કર્યો

રાજુલા તાલુકાના મોરંગીમાં બાલુભાઇ કરશનભાઇ નકુમ ઉ.વ.૫૦ ને વાવાઝોડામાં ખેતીપાક અને મકાનને નુકસાન થતા વળતર અંગે સરપંચને રજુઆત કરેલ જેની દાઝ રાખી મનુ મેગળએ ગાળ બોલી પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપી ફેકચર કર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ કરેલ છે.

ભુરખીયામાં બે બાઇક ચોરાયા

લાઠી તાલુકાના ભુરખીયા ગામે તા.૧૬/૪ ના દર્શન કરવા જતા અમરેલી તાલુકાના રંગપુર ગામના કોૈશીકભાઇ કિશોરભાઇ ચોવટીયાનું સ્પ્લેન્ડર જીજે ૧૪ એડી ૩૫૨૪ રૃા.૧૫,૦૦૦ તેમજ સુધીરભાઇ ભવાણીનું સ્પ્લેન્ડર જીજે ૦૧ જેએમ ૫૭૩૮ રૃા.૧૦,૦૦૦નું મળી કુલ રૃા.૨૫,૦૦૦ના બે બાઇક કોઇ ચોરી કરી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સનાળીયામાં જુગાર રમતા

ત્રણ ઝડપાયા

લીલીયા તાલુકાના સનાળીયા ગામે નવી પ્રાથમિક શાળામાં જાહેરમાં જુગાર રમતા વાસુર ખીમજીભાઇ જોગરાણા, મુકેશ મનુભાઇ વાઘેલા સહિત ત્રણ શખ્સોને પો.કોન્સ.પૃથ્વીરાજ સિંહ મોરીએ રોકડ રૃા.૪૬૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

બાબરાના કરીયાણામાં

યુવાન ઉપર હુમલો

કરીયાણા ગામે દિલીપભાઇ વિઠલભાઇ હીરપરા ઉ.વ.૩૫ને કનુભાઇ બચુભાઇ માળીયાની દિકરી મારા કુટુંબી ભત્રીજા જીલુભાઇ સવજીભાઇ હીરપરા સાથે ફોનમાં વાત કરતી હોય જેથી જીલુભાઇની પત્નીએ મને ફોન કરી આ અંગે જણાવતા દિલીપભાઇએ કનુભાઇને તેની દિકરી અંગે ઠપકો આપતા સારૃ નહિં લાગતા તા.૨૭/ ૪ ના ફોન કરી વાડીએ બોલાવતા રેખાબેન કનુભાઇ, લતાબેન પ્રવીણભાઇએ ગાળો બોલી કનુ બચુભાઇ માળીયાએ પેટમાં પાટુ મારી ઇજા કરી પ્રવીણ બચુભાઇ માળીયાએ લાકડી વડે માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૃ

ખાખબાઇ ગામે ભરવાડપા વિસ્તારમાંથી એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલ નંગ–૦૮, કિ.રૃ.૨૮૦૦ સાથે તથા રાજુલા ઘનશ્યામ નગરમાંથી એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ–૧૨, કિ.રૃ.૪,૨૦૦ મળી, દારૃની બોટલ કુલ–૨૦ કિ.રૃ.૭,૦૦૦ના ગેરકાયદેસરના પ્રોહી. મુદ્દામાલ સાથે આરોપી જયરાજભાઇ હનુભાઇ વરૃ ઉ.વ.૨૧ ધંધો.માલઢોરનો રહે.ખાખ બાઇ તા.રાજુલા જી.અમરેલી, ધીરૃભાઇ નાજાભાઇ જોગદીયા ઉ.વ.૩૨, ધંધો.મજૂરી રહે હાલ રાજુલા, ઘનશ્યામ નગર તા.રાજુલા જિ.અમરેલી મૂળ રહે– કંથારીયા તા.જાફરાબાદ જિ.અમરેલી ઓને પકડી આરોપીઓ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

(1:51 pm IST)