Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમા બાયપાસ રોડનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી મગફળી ભરેલું આઈસર પુલ પરથી નદીમા ખાબકયું : ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારી બચાવ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ના રણજીતપરા વિસ્તારમાં આઈસર ટ્રક ફુલકુ નદીમાં ખાબકયો હતો.

બાયપાસ રોડનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પર મગફળી ભરેલું આઈસર પુલ પરથી નદીમાં ખાબકયું હતું. જેના કારણે દોડધામ મચી ગઇ હતી જોકે આઈસર ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર નો ચમત્કારી બચાવ થયો હતો.

(4:57 pm IST)