Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

જામનગરમાં બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા લોકો માટે મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરાઈ

બ્રાસ ઉદ્યોગને લગતી તમામ જરૂરી માહિતી, કામગીરી, અપડેટ, એસોશિયેશનની કામગીરી યોજના, સહિતની તમામ માહિતી ઉપલબ્ધ :વેપારના નામે થયેલી છેતરપિંડી કરનાર વ્યકિત, પેઢી, વેપારી, કે કંપનીની વિગતોપણ મુકાશે

જામનગર :એશિયાના સૌથી મોટા બ્રાસ સીટીએ આવી ટેકનોલોજીની મદદથી વેપારને વેગવતુ બનાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગર શહેર જેને બ્રાસ સીટીનું ઉપનામ મળ્યુ છે. અહીં નાના-મોટા આશરે 8000થી વધુ કારખાનાઓ આવેલા છે અને આશરે 3 લાખથી વધુ લોકોને રોજગારી બ્રાસ ઉદ્યોગના કારણે મળતુ હોય છે.

જામનગરના બ્રાસની માંગ દેશ-વિદેશમાં રહેતી હોય છે અને જામનગરના ઉદ્યોગકારો દેશભરમાં કે વિદેશ વેપાર કરતા હોય છે. પરંતુ વેપારના નામે કેટલીકવાર તેમની સાથે ફ્રોર્ડ થતુ હોય છે. કારખાનેદાર કે ઉદ્યોગપતિ છેતરાય છે. આવી છેતરપિંડીને રોકવા માટે જામનગર બ્રાસ ફેકટરી ઓનર્સ એસોશિયેશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે 

 બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા તમામ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રાસ ઉદ્યોગને લગતી તમામ જરૂરી માહિતી, કામગીરી, અપડેટ, એસોશિયેશનની કામગીરી યોજના, સહિતની તમામ માહિતી મુકવામાં આવી છે.

વિશેષમાં ખાસ બ્રાસના વેપારી કે ઉદ્યોગપતિ સાથે વેપારના નામે થયેલી છેતરપિંડી કરનાર વ્યકિત, પેઢી, વેપારી, કે કંપનીની વિગતો તેમાં મુકવામાં આવે છે. જેથી અન્ય વેપારી કે ઉદ્યોગપતિ આવી છેતરપિંડી કરતી કંપની સાથે વેપાર ના કરે કે છેતરાય નહીં. બ્રાસના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીને રોકવા માટે એસોશિયેશન દ્વારા પહેલ કરવામાં આવી છે.

(8:18 pm IST)