Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબી : બિયારણ વેચાણ બાબતે અનિયમિતતા માલુમ પડશે તો પેઢીનું લાઈસન્સ રદ કરાશે

નાયબ ખેતી નિયામક (વિ)ની મોરબી જિલ્લાના બિયારણ વિક્રેતાઓને વિવિધ સુચનાઓ

મોરબી :ખેડૂતો માટે હાલમાં વાવણીની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને નિયત કિંમતે બિયારણ મળી રહે તે માટે મોરબીના નાયબ ખેતી નિયામક (વિ) દ્વારા જિલ્લાના તમામ બિયારણ વિક્રેતાઓને સુચના પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ જરૂરી પ્રિન્સીપલ સર્ટી. નો ઉમેરો કર્યા બાદ જ સરકાર માન્ય બિયારણનું વેચાણ કરવા જણાવ્યું છે.

વધુમાં, સરકાર માન્ય જાતો સિવાય અન્ય જાતોના બિયારણનું વિતરણ કે વેચાણ ન કરવા અને બિયારણ વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થાની ગોઠવવી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સાથે જ કોઈ પણ વિક્રેતાએ બિયારણના પેકેટ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે બિયારણ વિતરણ નહીં કરવા તથા કોઈ પણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું અને અન-અધિકૃત બિયારણનું વેચાણ ન કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં બિયારણ વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી.
જિલ્લાના તમામ બિયારણ વિક્રેતાઓને બિયારણ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. બિયારણ વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું બિયારણ વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા પણ જણાવાયું છે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બિયારણ વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજિયાત પણે થાય અને સોશીયલ ડિસ્ટન્સ જળવાય તેમજ કોવીડ-૧૯ બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા નાયબ ખેતી નિયામક (વિ) એસ..એ. સિણોજીયા દ્વારા જણાવવામાં આવ્યું

(9:15 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST