Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબીમાં ગેરકાયદેસર દબાણો હટાવવા પાલિકા તંત્રએ રસ ના દાખવ્યો :હવે કલેકટર સમક્ષ ઘા : સ્ટેશન રોડના રહીશ જાગૃત યુવાને કલેકટરને રજૂઆત કરી

મોરબીના સ્ટેશન રોડ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની માંગ સાથે જાગૃત યુવાને જીલ્લા કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે
મોરબીના સ્ટેશન રોડ પર રહેતા દીપ પંડ્યા નામના યુવાને જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા લગાવેલ હોડીંગ્સ બોર્ડ નીચે હોવાથી મુશ્કેલી થાય છે અને આવા જોખમી હોડીંગ્સથી લોકોના જીવ જોખમમાં મુકાય છે તેની ભૂદેવ પાન બાજુમાં માથાભારે શખ્શોએ ગેરકાયદેસર દબાણ કરી કેબીન મુકેલ છે શેરીમાં લત્તાવાસીઓની બહેન દીકરીઓ પસાર થાય ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવે છે જે સમસ્યા મામલે અગાઉ ગત તા. ૧૭-૦૫ ના રોજ મોરબી નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી
પરંતુ મોરબી પાલિકાએ કોઈ પગલા લીધા નથી તેમજ તેના માતાએ પણ ગત તા. ૦૩ જુનના રોજ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે છતાં કોઈ સંતોષકારક પગલા લીધા નથી જેથી યોગ્ય ન્યાયિક પગલા લેવા અને ગેરકાયદેસર દબાણ કરેલ કેબીન અને હોડીગ્સ બોર્ડ ઉપડાવી લતાવાસીઓની મુશ્કેલીનો અંત લાવવા માંગ કરી છે

(9:14 pm IST)