Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કચ્છમાં ૪૧ લાખના દારૂ સાથે સદામ હુસેનની ધરપકડ

એલસીબીએ ૫૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : અન્ય આરોપીઓની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયુર પાટીલની સૂચના પ્રમાણે ઇંગ્લિશ દારૂના કેસો શોધવા પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી જેના બાતમીના આધારે ભચાઉથી ગાંધીધામ આવતા નેશનલ હાઇવે પર નવી મોટી ચીરઇ ગામ સામે આવેલ ઓવર બ્રિજ પાસે વોચમાં હતી ત્યારે અંગ્રેજી દારૂ ભરેલ કન્ટેનર બંધ બોડીના ટ્રકને રોકી ચેકીંગ કરાઈ હતી ત્યારે બાદ આ ટ્રક સાથે મુદ્દામાલની વધુ તપાસ ભચાઉ પોલીસ સ્ટેશનને સોપી આગળની હાલ પૂરતી તપાસ એલ.સી.બી. પોતે હાથ ધરી હતી.

આ તપાસમાં પકડાયેલ આરોપી (૧) સદામ હુસેન સઓ મોહમદ અહેસાન તુર્કમુસ્લીમ) ( ઉવ.૨૧ ) ( રહે.સહસપુર, અલીનગર મકાન નં-૧૨૪, થાના-ડીડોલી, જીલ્લો-અમરોહા )(ઉત્ત્।રપ્રદેશ) જયારે બીજા આરોપીઓ હાથ લાગ્યા નહોતા જેમાં (૧) બીન્યામીન આલમ સ.ઓ. અન્સારઅલી તુર્ક રહેતખતપુર અલ ઉર્ફે નાનકાર આંસિક, જીલ્લો – મુરાદાબાદ ઉત્ત્।રપ્રદેશ, (૨) સલામન નામનો માણસ અને અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવનાર આરોપી જયારે પકડાયેલ મુદ્દામાલમાં (૧) વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ ની રોક સ્ટાર ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૧૧૯૨૮ કીમત રૂપિયા ૪૧,૭૪,૮૦૦ એક બંધ બોડીનો ટ્રક (યુ.પી-૨૧-બી.એન-૮૫૧૯) કીમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૧ કીમત રૂપિયા ૫૦૦૦ રોકડા રૂકમ ૮૧૦/કુલ કિંમત રૂપિયા ૫૬,૮૦,૬૧૦ પકડી પાડવામાં આવેલ હતું. આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ. દેસાઇ તથા પો.સબ ઇન્સ. બી.જે. જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.

(10:56 am IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST