Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

હળવદ - માળીયામિંયાણા પંથકમાં વાવાઝોડા - વરસાદમાં મીઠાને થયેલ નુકસાનીનું તાકીદે વળતર આપો : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૧: તાઉ'તે વાવાઝોડા લીધે મીઠાને થયેલ નુકસાનીનું તાકીદે વળતર આપવા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

આ રજુઆતમાં જણાવાયા અનુસાર ગત તા.૧૮ મેના રોજ તાઉતે નામના વાવઝોડાના લીધે ભારે પવન અને વરસાદથી ગુજરાતના મોટા ભાગમાં નુકસાની સર્જેલ છે. તેવી જ રીતે મોરબી જીલ્લાના હળવદ અને માળીયા (મી.) તાલુકામાં તેમજ રણકાંઠા વિસ્તારના અગરીયાઓને પણ મોટું નુકસાન થયેલ છે. આ વિસ્તારના મીઠું પકવતા લોકોની મુલાકાત દરમ્યાન જાણવા મુજબ વાવાઝોડાના કારણે લાખો ટન મીઠાનું ધોવાણ થયેલ છે. તેમજ તેઓના રહેઠાણને મોટા પાયે નુકસાન થયેલ છે અને તેનું સર્વે પણ સબંધીત સંસ્થા/કચેરી દ્વારા થયેલ છે. પરંતુ નુકસાન ખુબ જ મોટા પ્રમાણમાં થયેલ હોય જેને ધ્યાને લઇ મોરબી જીલ્લાનાં હળવદ અને માળીયા (મી.) તેમજ રણકાંઠાના અગરીયા વિસ્તારના લોકોને યોગ્ય વળતર મળે તેવી વિનંતી કરાઈ છે.

(10:56 am IST)