Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડિયા પોલીસની તવાઇ : એક જ દિવસમાં ડમડમ હાલતમાં સાત ઝડપાયા

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા, તા.૧૧ : અમરેલી જિલ્લામાં પોલીસના કડક વલણથી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ સમગ્ર જિલ્લામાં મજબૂત બની છે. ત્યારે વડિયા એ ત્રણ જિલ્લાનો સરહદી વિસ્તાર હોવાથી ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂનું દૂષણ ડામવા માટે વડિયા પોલીસ સતર્ક બનીને દારૂડિયાઓ પર તવાઈ બોલાવતી જોવા મળી છે. એક જ દિવસમાં વડિયા સહીત ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં સાત દારૂડિયાને ડમડમ હાલતમાં ઝડપ્યા હતા. આ દારૂડિયાઓમાં વિક્રમ નાનજીભાઈ ઝીંઝુવાડિયા -વડિયા, વિપુલ કાંતિભાઈ વિકાણી -વડિયા, વિક્રમ ટપુભાઈ વાઘેલા - હનુમાન ખીજડીયા, હરેશ કનુભાઈ કાવઠીયા -વડિયા, વિપુલ મનસુખભાઇ રાઠોડ -કુંકાવાવ, જેન્તી કરસનભાઈ ખાખડીયા વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવતા દારૂડિયાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

(10:27 am IST)
  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST