Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સાવરકુંડલાની નાવલી નદી બે કાંઠે સારૂ વર્ષ થવાના સંકેત

સાવરકુંડલા : અહીંની નાવલી નદી બે કાંઠે આવી લોકો પુર જોવા માટે ઉમટી પડ્યા હતા ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા ઠંડુ બોળ વાતાવરણ અને ઉપરવાસ ભારે વરસાદના કારણે નાવલી નદીમાં બે કાંઠે પાણી આવેલ હતું એટલે ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદ અને પુર આવ્યું સારૃં વર્ષ થવાના સંકેત આપે છે.(તસવીર-અહેવાલ : ઈકબાલ ગોરી-સાવરકુંડલા)

(10:57 am IST)
  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST