Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મીઠાપુરના હોમગાર્ડઝ જવાનનું ચાલુ ફરજે અવસાન થતા ચાર લાખની સહાય અપાઇ

ખંભાળિયા તા. ૧૧ : મીઠાપુરના હોમગાર્ડઝ યુનીટના સદસ્ય જયેશભાઇ પ્રવીણચંદ્ર રાઠોડનું ચાલુ ફરજે અવસાન થતા રાજય હોમગાર્ડઝ કલ્યાણ નીધીમાં અરજી મંજુર થતા તાજેતરમાં દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી જી.એચ.નકુમ દ્વારા સ્વ. જયેશભાઇ રાઠોડના વારસદાર તેમના પત્ની સંગીતાબેનને ચાર લાખ પાંચ હજારનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મીઠાપુર હોમગાર્ડઝના અધિકારીઓ બી.એસ. માણેક, પી.કે. કારીયા, જી. બી.જાડેજા, કે.એલ. નકુમ તથા જે.વી. પંડયા તથા હોમગાર્ડઝ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 am IST)