Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઉપલેટામાં પરિવારના મેણાટોણાના કારણે જેઠાણીની ૧૦ વર્ષની પુત્રીનો દેરાણીએ ભોગ લીધો

આયુષી નિમાવતની હત્યામાં કાકી વંદના બાળાના પિતા ચેતન અને કાકા મયુર પોલીસના સકંજામા

પ્રથમ તસ્વીરમાં મૃતક બાળા અને બીજી તસ્વીરમાં મદદગારીમાં ઝડપાયેલ બાળાના પિતા નજરે પડે છે.

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૧૧ : ઉપલેટામાં શહીદ ભગતસિહ ચોક નજીક અશોક સાબુના નામે સાબુની દુકાન ધરાવતા નિમાવત પરિવારના બન્ને ભાઈઓ ચેતન અને મયુર નિમાવત સર્વોદય સોસાયટીમાં સંયુકત કુટુંબમાં રહે છે. મોટાભાઈ ચેતનને સંતાનમાં બે પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે પુત્રો છે સંયુકત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતા નાની-મોટી ટકરાવને લઈને પૃથ્વીરાજની કાકી એ બદલો લેવાના હેતુથી જેઠાણીની માસૂમ પુત્રી આયોજિત બે દિવસ પહેલા તારીખ ૮ ના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં બાળકી રૂમમાં ટીવી જોઈ રહી હતી ત્યારે ત્યારે તેમની કાકી વંદનાએ આવી નવ વર્ષની બાળકી આયુષી ને કહ્યું ચાલ બેટા તને કંઈક વસ્તુ અપાવું એમ કહી મકાનની છત ઉપર લઈ જઈશ ત્યાં બાળકી આયુષ્યને સુવડાવી માથા ઉપર લોખંડના દસ્તાના બે ઘા જીકી લોહિયાળ હાલતમાં બાળકી બેભાન બની ગઈ ત્યારે ચેતન દિમાગની કાઠી વંદનાએ પરિવારજનોને આયુષી પ્રથમ મજલે થી પડી ગયા ની વાર્તા વર્ણવી હતી બાળકીને સુરત ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી ત્યાં ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી આ દરમિયાન ઘરના તમામ સભ્યો હોસ્પિટલે પહોંચી ગયેલા હતા અને મરનાર બાળકી આયુના પિતા ચેતનને બાળકીની હત્યા થયાની ગંધ આવી ગઈ હતી અને તેને તેના ભાઈ મયુરને જાણ કરી હતી જોકે બનાવ ઘરનો હોય અને ઘરની વાત ઘરમાં રહે એ ઈરાદે સગા વ્હાલાઓને પણ કશી પડી જવાની કે મોત થયાનું જણાવી તેમને બાળકીનું પીએમ કરાવ્યા વગર અગ્નિસંસ્કાર કરી દીધા હતા આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે કાકી વંદના તથા બન્ને ભાઈઓ ચેતન અને મયુર ની પૂછપરછ કરતાં વિગતો બહાર આવેલી હતી.

બાળકીનું પીએમ કરાવ્યા વિના બારોબાર અગ્નિસંસ્કાર કરી નાખ્યા

ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગ્ગી કાકીએ ક્રુર મિજાજમાં જેણીની ૯ વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા નિપજાવી બનાવને મહિલા તેમજ તેના પતિ તથા કે મળી અકસ્માતમાં ખપાવી દેવાના કરેલા પ્રયાસનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં કુર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતા ચેતન સુભાઈ નિમાવત અને કાકા મયુર ને સકંજામાં લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે

કાતિલ કાકીએ બાળકીની હત્યાનો પહેલાં પુરાવાનો નાશ કર્યા

દેરાણી જેઠાણીના વાંધા માં ૯ વર્ષની બાળકીને રહેસી નાખનાર ક્રૂર મિજાજી કાતિલ કાકી એ પોતાની જેઠાણીની ૯ વર્ષની પુત્રીઆયુષી નું પુરી કરી નાખવાનું અગાઉથી જનકકી કર્યું હતું. બાળકીને છત પર લઈ જતા પહેલાં મહિલા છત પર ચાદર પાથરી આવી હતી અને ત્યાં હત્યા માટે દસ્તો પણ મુકી આવી હતી. બાળકી જેવી છત પર આવી કે તુરત જ તેને સુવડાવીને દસ્તાનો એક ઘા માથા પર કટકાર્યો હતો. બાળકી તડપવા લાગતા કરી બીજો ઘા ઝીંકી દીધો હતો અને બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

પોલીસ માટે પુરાવા શોધવાની મોટી મથામણ

બાળકીની હત્યા કર્યા બાદ વંદનાએ લોહીના ડાઘા સાફ કરી, ધાબકો તથા ચાદર પણ સાફ કરી નાખ્યા હતા. આ ઉપરાંત અન્ય સ્થળે જે લોહીના ડાઘા કે પુરાવા હતા તે વંદનાના પતિ મયુર અને બાળકીના પિતા ચેતને મળીને સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. બાળકીને અગ્નિસ્નાન અપાયા ત્યાં સ્મશાન પર પોલીસ દોડી ગઈ હતી અને ડીએનએ ટેસ્ટ માટે બાળકીના હાડકા શોધવા મથામણ કરી હતી. પોલીસ માટે હાલના તબકકે કોયડો એ છે કે હત્યા થઈ, આરોપીઓએ કબૂલાત પણ આપી અને હાથમાં પણ આવી ગયા પણ કોઈ પુરાવા વગર કરવું શું? એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.

બિહાર જેવી ખુલ્લેઆમ ઘટના

બાળકીને મોત સંદર્ભે બાળકીના પિતા ચૈતનને ખ્યાલ આવી ગયો હતો. કે બાળકી આયુષી હોસ્પિટલ હતી ત્યારે તે ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં છત પર જતા લોહીના ડાઘ જોવા મળ્યા, સાંજના સમયે એક ઘૂસો તથા ચાદર ઘોયેલી હાલતમાં સુકાતી નજરે પડી તેમાં પણ લોહી જેવા ડાઘ દેખાયા હતા. વંદનાના સ્વભાવથી પરિચિત ચેતને પુત્રીની હત્યા વંદનાએ કરી હોવાની શંકા હતી અને તેના ભાઈ મયુરને પણ ઘરે બોલાવી લોહીના ડાઘ બતાવ્યા અને હત્યાની શંકા વ્યકત કરી હતો. જો કે બન્ને ભાઈઓએ જે તે સમયે વાત બહાર ન જાય તેમ માની લોહીના ડાઘ તેમજ દસ્તો, યાદર સગેવગે કરી અને તુરંત જ બાળકીને અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. બીજા દિવસે (ગઈકાલે) બન્ને ભાઈઓને કર બેઠો કે હજુ ઘરમાં ત્રણ બાળકો છે. વંદના અન્ય બાળકો સાથે કે પરિવારને બીજા સભ્યો સાથે પણ આવી કોઈ હરકત કરી બેસે તો ? આવો ર અને બન્નેએ છૂપાવેલા પાપનું પ્રચલિત થતાં સગાને બોલાવ્યા હતા અને ઘટના સંદર્ભે જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર બીના પોલીસ સુધી પહોંચતા અકસ્માતનો બનાવ હત્યા હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર ઘટના અંગે કોઈપણ પોલીસ અધિકારી કશું કહેવા માટે તૈયાર ન થયા કે મગનું નામ મરી પાડયું ન હતું.

(11:49 am IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST