Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

શાપર -વેરાવળમાં મોબાઇલ ચોરી કે ઝુંટવી લેનારા ત્રણ પરપ્રાંતિય શખ્સ ઝબ્બે

શાપર-વેરાવળ,તા. ૧૧ : શાપર-વેરાવળમાં છેલ્લા ૧ વર્ષથી અવારનવાર મોબાઈલ ચોરીના બનાવો બનતા જાય છે. ત્યારે ગત રોજ શાપર-વેરાવળ પોલીસને બહુ મોટી સફળતા મળી છે.

જેમાં ૩ મોબાઈલ ચોરી કરતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓ ઇન્ડસ્ટ્રી ઝોનમાં પરપ્રાતીય મજૂરો તેમજ રાહદારીઓને મોડી રાત્રીના ઘરે જતા હોય અને અજાણ્યા ઈસમો દ્વારા મોબાઈલનો આંચકો મારી ઝૂંટવી લેવાના બનાવો બનતા હોય તેમજ થોડા દિવસ પેલા વેરાવળ મેઈન રોડ પર એક ઈસમ મોબાઈલ ફોન માં વાત કરતો હોય જેનો મોબાઈલ અજાણ્યા ૩ ઈસમો એક મોટરસાઇકલ રજીસ્ટેશન નંબર gj-03-Ld-1496 નો ચાલક હોય જે ગમ્ભીરતાને ધ્યાન માં રાખી બનાવ વાલી જગ્યા તેમજ cctv ફૂટેજ તેમજ ગુજરાત સરકારના મહત્વકાંક્ષી ANPR CCTV પ્રોજેકટ મારફતે સદરહુ થયેલા ચીલઝડપ બાબતે તપાસ કરતા ડી. સ્ટાફના માણસોને મળેલ હકીકતના આધારે સદરહુ મોબાઈલનું ચીલ ઝડપ કરનાર ઈસમો હકીકત વાળું મોટરસાયકલ લય વેરાવળ-શાપર રોડમાં આંટાફેરા કરતા મળી આવતા મજકુર આરોપી ની પુછપરછ કરીને મજકુર આરોપીઓ પોતેજ મોબાઈલ ચોરી કરેલ મોબાઈલ નંગ એક કિંમત રૂ. ૧૦.૦૦૦ વાળો તેમજ બીજા ૧૪ મોબાઈલ મળી આવતા CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ હતી.

જેમાં પકડાયેલ આરોપી જીગર દિલીપભાઈ રજપૂત જાતે મારવાડી ઉવ. ૧૮ ધંધો મજૂરી રહે વેરાવળ સાક માર્કેટ પાસે bsnl ઓફિસ પાસે ની બાજુમાં મૂળ ગામ સનીવડા.તા. શિરોય. રાજસ્થાન.

તેમજ જીગર પ્રકાશ ભાઈ યાદવ જાતે આહીર ઉવ. ૨૦ ધંધો મજૂરી રહે. વેરાવળ ભૂમિ ઇન્ડસ્ટ્રી એરિયા નોવેલ કારખાનીની ઓરડીમાં મૂળ. ગામ. લલિતપુર. તા. મેરોની. જી. જાંસી.  યુપી

સાગર રામ લાલ શાહ જાતે વાણીયા ઉવ. ૨૧ ધંધો પ્રા.નોકરી. રહે વેરાવળ શિવ નગર સોસાયટી શેરી.નં- ૪ મૂળ ગામ ભોલાપુર તા.સિવાન બીહાર.

આ ત્રણેય શખ્સો પાસે થી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ કી. રૂ. ૪૦૦૦૦/- નું તેમજ મોબાઈલ ટોટલ ૧૫ નંગ અને રોકડ રૂ. ૫૦૦૦/- સહીત ૧, ૬૦,૦૦૦ /-રૂ મુદામાલ કબ્જે કરાયો હતો.

જેમાં શાપર-વેરાવળ ના પોલીસ સબ ઇન્સ્પેકટર કુલદીપસિંહ ગોહિલ તેમજ વી. બી. બરબસીયા. તથા હેડ કોસ્ટેબલ રોહિતભાઈ બકોત્રા તથા માવજીભાઈ ડાંગર. તથા રવુભાઇ ગીડા. તથા રવિરાજસિંહ ઝાલા નરેશભાઈ લિબોલા સહીત નાઓ એ કામગીરી કરેલ હતી.

(11:53 am IST)
  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST