Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પોરબંદર પાસે રાતડીમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડા : લાખોની ખનીજ ચોરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ :  તાલુકાના રાતડીમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણો ઉપર આજે સવારે ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને દરોડાની કાર્યવાહી કરી રહેલ છે. આ ગેરકાયદે ખનીજ ખાણોમાં લાખોની ખનીજ ચોરી થઇ હોવાનો અંદાજ છે.

રાતડીમાં ગેરકાયદેર ખનીજ ખાણો ઉપર ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી આ ગેરકાયદે  ખનીજ ખાણ ચલાવવામાં રામા અને હાજા નામના ર શખ્સોના નામો ખુલ્યાં છે. જેની તપાસ ચાલી રહી છે.

રાતડીમાં ગેરકાયદે ખનીજ દરોડા સમયે અન્ય ખાણ ધારકોમાં ફટફાટ વ્યાપી ગયો છે. એવી ચર્ચા છે કે આ વિસ્તારમાં દરોડોને લીધે કાયદેસર ખાણ ચલાવનારાઓને પણ બેસી રહેવું પડે છે.

(1:14 pm IST)
  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST