Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

જામનગરમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના મુખોટાં સાથે ધરણાઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ

 જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરૂ સેકશન ખાતે પેટ્રોલ પંપ સામે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધરણા યોજી મોદીના મુખોટાં સાથે યુવાનને રસ્તા પર સુવડાવી મોદી વિરોધી નારા લગાવી વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:17 pm IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST