Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગોંડલ નગરપાલિકા વેરા વધારાની સામે કોંગ્રેસ આગેવાનો આવેદન આપે તે પહેલા અટકાયત

ગોંડલ, : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકોની આર્થિક કમર તૂટી જવા પામી છે ત્યારે ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને દાઝયા પર ડામ દેવા વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય ભૂગર્ભ ગટરનો વેરો પણ પ્રજાના માથે થોપી દેવામાં આવતા કોંગી આગેવાન યતિષભાઈ દેસાઈ, ગોપાલભાઈ તોડ્યા, આશિષભાઈ કુંડળીયા, વૃષભસિંહ પરમાર કુલદીપસિંહ જાડેજા જયસુખ ભાઈ વઘાસિયા, ભાવેશભાઈ ભાષા અને જયસુખભાઇ પારગી સહિતનાઓ દ્વારા પ્રજાજનોને સાથે રાખી કોલેજ ચોકથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જવાનું હોય આગેવાનો એકઠા થતા જ સીટી પોલીસે તેઓની ધરપકડ કરી હતી જ્યારે ધર્મેશ ભાઈ બુટાણી અને દીપક પટેલ દ્વારા પ્રાંત અધિકારીને વેરા વધારા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. (તસ્વીર : અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:17 pm IST)
  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST