Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આજથી ૧૧ વર્ષ પહેલા કચ્છના ધોળાવીરામાં ૧૬ કરોડ વર્ષ જુના જુરાસીક ફોસીલ વુડની શોધ કરાઇ હતી

ભૂજ: ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરા ખાતે આજથી 16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Wood મળી આવ્યા હતાં. જે પુરા ભારત વર્ષ માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં આ Jurassic Fossil Woodને Restore કરવામાં આવી રહ્યું છે.

આજથી 10 થી 11 વર્ષ પહેલા Geologist દ્વારા ધોળાવીરા ખાતે Jurassic Fossil Wood ની શોધ કરવામાં આવી હતી. પહેલાં પણ આ પ્રકારના wood શોધવામાં આવ્યા છે. પરંતુ આ પ્રકારના wood શોધ્યા બાદ આને વનવિભાગ દ્રારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના wood ને રક્ષિત કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

2011-2012માં આ wood ને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. પરંતુ આ wood પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતા.

ધોળાવીરા ખાતે બે Jurassic Fossil Wood મળી આવ્યા હતાં, જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે. જ્યારે બીજી 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો Jurassic Fossil Wood છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે.

ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં આ Jurassic Fossil Wood છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે.

દસ વર્ષ પછી આ જગ્યા પર tourist આવવાનું શરૂ કર્યું હતું. ત્યારે વહીવટી તંત્રને આ Jurassic Fossil Wood ની જાણ થઈ હતી કે આ એક જાતની જીઓ હેરિટેજ છે અને આ ભૂસ્તરીય સભ્યતાને બચાવવું જરૂરી છે. માટે તેના પછી 2014માં Tourism વિભાગ દ્વારા એક 8 થી 10 કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં 4થી 5 વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું ન હતું.

2017માં આ Jurassic Fossil Wood ની આજુબાજુ Development કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ આમતો Tourism વિભાગનું છે પરંતુ આનું કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે. હાલ Jurassic Fossil Wood ને યોગ્ય રક્ષણ મળી ગયું છે. Jurassic Fossil Wood ની Technical Details જાણવી જરૂરી હતી માટે આ પ્રોજેક્ટને વહીવટીતંત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ. મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યું હતું.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ એક driftwood પ્રકારના wood છે. આ કાંતો પુર અથવા તો સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવીને રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે અને સમય જતાં લાખો કરોડો વર્ષ પછી આ wood પથ્થર માં પરિણમે છે અને Fossil Wood બની જાય છે.

Jurassic Fossil Wood પર જ્યારે Research કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ 16 કરોડ વર્ષ જૂનું લાકડું છે. અને જે અત્યારે જોવામાં 11 થી 13 મીટર છે જે ખરેખર ખૂબ મોટો હોય શકે છે. આ Jurassic Fossil Wood પર અભ્યાસ કરવામાં આવ્યું અને ક્યાં પથ્થરોમાં આ મળી આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી.

Jurassic Fossil Wood દરરોજ થોડું થોડું તૂટી રહ્યું હતું માટે અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ મહેશ ઠકકરે કલેકટર સાથે મીટીંગ કરી હતી તેમને આ Jurassic Fossil Wood Restore કરવાની વાત મૂકી હતી અને આ કામ તેમને જ સોંપવામાં આવ્યું હતું.

50 વર્ષ સુધી wood ને જાળવી રાખવા માટે Research કરાયું

ડૉ. મહેશ ઠક્કરે આ woodના નાના નાના ટુકડાઓને જોડવા માટે લેબોરેટરીમાં research કરવામાં આવી હતી અને આ Fossil Wood ને 10-25 કે 50 વર્ષ સુધી જાળવી શકાય અને ક્યાં પ્રકારના પ્રવાહી દ્વારા આ ટુકડાઓને જોડીને Restore કરી શકાય તે અંગે research કરવામાં આવ્યું હતું.

Jurassic Fossil Wood ને Restore કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં Restore કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ Jurassic Fossil Wood Restore થઈ ગયા બાદ પણ તેને Direct ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે માટે તેના પર Canopy બનાવવું જરૂરી છે જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે.

અગાઉ આ પ્રકારના wood Thailand, USA અને Canada માં પણ જોવા મળ્યા હતા અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં Museum બનાવવામાં આવ્યું હતું. જ્યારે આપણે અહીં તેણે ખુલ્લામાં રાખવામાં આવ્યું છે માટે જો વહીવટીતંત્ર કોઈ વ્યવસ્થા ઉભી કરે તેવી મારી અપીલ છે.

(5:08 pm IST)