Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભુજ મુન્દ્રા વચ્ચે પેટ્રોલપંપ લૂંટાયો- ૪ લૂંટારુઓ ૪૭ હજારની લૂંટ ચલાવી ફરાર : બાબીયા ગામ પાસે આવેલ પેટ્રોલપંપમાં છરીની અણીએ લૂંટ, સતત બીજે દિ' મુન્દ્રા પંથકમાં લૂંટનો બનાવથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) :  ભુજ) ભુજ મુન્દ્રા વચ્ચે પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવાયાની ઘટનાએ ચકચાર સર્જી છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાબીયા ગામ નજીક અક્ષર પેટ્રોલ પંપમાં લૂંટનો આ બનાવ બન્યો હતો

આ અંગે અક્ષર પેટ્રોલ પંપ ના હરિશ્ચન્દ્ર વાઘેલા એ મુન્દ્રા પોલીસ મથક એ ફરિયાદ નોંધાવી છે. 

ભુજ-મુન્દ્રા વચ્ચે આવેલ બાબીયા ગામ નજીક અક્ષર પેટ્રોલ પંપ ઉપર ૪૭ હજારની લૂંટના બનાવે ચકચાર સાથે મુન્દ્રા પંથકમાં ચિંતા સર્જી છે. ફરિયાદ અનુસાર પંપ પાછળના ખુલ્લા મેદાનમાંથી આવેલા ૪ અજાણ્યા લૂંટારૂઓએ પંપ બહાર લોખંડનો થાંભલો તોડી પાડી, સીસી ટીવી કેમેરાના વાયરો તોડી ડેટા રેકોર્ડર લઈ લીધું હતું. આજે મધ્યરાત્રિ ના ૨ થી ૨/૩૦ વાગ્યાના અરસામમાં આ ચાર માંથી એક લૂંટારુએ ઓફિસ માં એન્ટ્રી મારી છરીની અણીએ ૩૯૦૦૦ રોકડા અને ૮૦૦૦ ના  મોબાઇલ સહિત કુલ ૪૭૦૦૦ રૂ.ની લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ ચારેય શખ્સો નાસી છૂટયા હતા.

મુન્દ્રા પોલીસ મથક ના પીઆઈ શ્રી બારોટના રાઈટર રવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે ચાર શખ્સો ગુજરાતી હિન્દી ભાષામાં વાત કરતા હોઈ કોઈ સ્થાનિક ઇસમ ની સંડોવણી હોવાની શક્યતા દર્શાવી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે ગઈ કાલે ઝરપરા વિસ્તાર માં એક યાર્ડ માં છરીની ની અણી એ ૭૨૦૦ ની લૂંટ નો બનાવ તાજો છે ત્યાં આજે પેટ્રોલ પંપ પર અજાણ્યા તસ્કરોએ છરીની અણીએ લૂંટ ચલાવતા મુન્દ્રા પંથક માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(5:33 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST