Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કલાકારોની વહારે આવતું યંગ ઇન્ડિયા ગ્રુપ : રાશન કીટનું વિતરણ કરાયું

કોરોના મહામારીએ રોજગારી છીનવી લેતા કલા સાધકોની હાલત કફોડી : કલાકારો માટે સરકાર લાંબાગાળાની યોજના બનાવે તે અત્યંત જરૂરી

મોરબી : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવાનું કામ કરતા દેશના કલાસાધકોની હાલત અત્યંત દયનિય બની છે. કોવિડ ગાઈડલાઈનની અમલવારીને કારણે જાહેર કાર્યક્રમ, સમારોહ, લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો બંધ થતા ખાસ કરીને નાના -મોટા શહેરોમાં કલાકારોની હાલત કફોડી બની છે. જો કે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની સ્થિતિ પામી જઈ રાશન કીટનું વિતરણ કરી મદદરૂપ થવા પહેલ કરવાની સાથે કલાકાર મિત્રો માટે આરોગ્યસેવામાં આર્થિક મદદનો પણ કોલ આપવામાં આવ્યો છે.

લગ્નપ્રસંગ, નાના-મોટા ફંક્શન, લોકડાયરો જેવા આયોજન થકી રોજગારી મેળવતા કલાકારો ઉપર કોરોના મહામારી આફતરૂપ બની છે છેલ્લા બે વર્ષથી કલાસાધકો માટે કમાણી કરવાના રસ્તા બંધ થઇ જતા સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારોને ઘર ચલાવવું ખુબજ મુશ્કેલ બન્યું છે. લાંબા સમયથી બેકારીની સ્થિતિ ભોગવી રહેલા આ કલાકારો અન્ય કોઈ ધંધો રોજગાર પણ કરી શકતા નથી ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની પ્રવર્તમાન સ્થિતિને નજરમાં રાખી મોરબી જિલ્લામાં વસવાટ કરતા કલાકારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા કલા સાધકો ઉપર આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં રાશનકીટ વિતરણ કરવાની સાથે કલાકાર મિત્રોને આગામી દિવસોમાં હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય સેવા માટે પણ મદદરૂપ થવાનો કોલ આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સાંસ્કૃતિક વિંગ દ્વારા કલાકાર મિત્રો માટે તમામ મદદ માટે કમર કસી આગામી બે મહિના સુધી અન્નપૂર્ણા યોજના થકી રાશનકીટ વિતરણ કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કૃતિની ધરોહર જાળવણીનું કાર્ય કરતા કલાકાર મિત્રો માટે કેન્દ્ર – રાજ્ય સરકાર આર્થિક મદદ કરે અને ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ થયે લાંબા ગાળાની યોજના ઘડી કાઢે તે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હોવાનું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અંતમાં જણાવ્યું છે

(7:17 pm IST)
  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST