Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબી-૨ સામાકાંઠેથી ઉપડતી મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસ ફરી શરુ કરવા માંગ

સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલએ રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરી

મોરબી :કોરોના મહામારીને પગલે બીજી લહેર દરમિયાન એસટી બસમાં વધુ મુસાફરોને કારણે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે એસટી બસો બંધ કરવામાં આવી હતી પરંતુ હાલમાં કોરોનાનું સંક્રમણ ધટી રહ્યું છે ત્યારે સરકાર દ્વાર છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાંકાઠા વિસ્તારમાં ઉપડતી મોરબી-રાજકોટ ઇન્ટરસીટી શરુ કરવા રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે

 મળતી માહિતી મુજબ મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલએ રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે કોવીડ-૧૯ લોકડાઉન પહેલા મોરબીથી રાજકોટ ઇન્ટરસીટી બસ કે જે સામાકાંઠે મોરબી-૨ થી શરુ કરવામાં આવી હતી તે લોકડાઉન દરમિયાન બંધ કરી દેવામાં આવી છે.હાલમાં પુન સરકારી તથા ખાનગી ઓફિસો તથા તમામ ધંધા રોજગાર ફરી ચાલુ થઇ જતા અપડાઉન કરતા કર્મચારીઓ તથા ધંધાર્થીઓની માંગણી છે કે મોરબી-૨ સામાકાંઠે થી દરરોજ ૩ વખત ઉપડતી ઇન્ટરસીટી ફરી શરુ કરવા રજૂઆત કરવામાં આવી છે

(9:23 pm IST)