Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઓખા નગરપાલિકાના સુરજકરાડી અને આરંભડા વિસ્‍તારમાં ૧.૮૨ કરોડના અલગ અલગ કામોનું ૮૨ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્‍ય પબુભા વિરમભા માણેકના હસ્‍તે ખાતમુહુર્ત

(ભરત બારાઇ દ્વારા) ઓખાઃ ઓખા નગરપાલિકાના સુરજકરાડી અને આરંભડા વિસ્‍તારમાં ૧.૮૨ કરોડના અલગ અલગ કામોનું ખાત મુહર્ત ૮૨ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્‍ય પબુભા વિરમભા માણેક તેમજ ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ ના હસ્‍તે કરવામાં આવેલ. ઓખા,આરંભડા,સુરજકરાડી,બેટ એમ ચાર વિસ્‍તારમાં ઓખા નગરપાલિકા આવેલ છે.આ કાર્યક્રમમાં ૮૨ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્‍ય શ્રી પબુભા વિરમભા માણેક,ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા બી માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના બંને ઉપપ્રમુખ ખેરાજભા કેર તથા મોહનભાઇ બારાઈ,ઓખા નગરપાલિકાના ટી.પી.ચેરમેન હાડાભા માણેક, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદયભાઈ આર નસીત,દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્‍ય લુણાભા સુમણીયા,દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ રાજવીરભા કેર,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી મોહનભાઇ ટપુભાઈ ગોહીલ, દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાઞભા માણેક, ઓખા શહેર ભાજપ બંને મહામંત્રી કીર્તિરાજસિંહ રાઠોર તથા આલાભા માણેક, ઓખા નગરપાલિકાના આરંભડાના સ્‍થાનીક આગેવાન સુરેશભાઈ એમ ગોહીલ, ઓખા નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ, કાર્યકરો તેમજ સ્‍થાનિક લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નગરપાલિકાનો સ્‍ટાફ તેમજ સદસ્‍યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.

(10:13 am IST)