Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

લોધીકા તાલુકાના અનેક છાત્રો નેશનલ મેન્‍સ મેરીટ સ્‍કોલરશીપ પરીક્ષામાં ઝળક્‍યા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૧: નેશનલ મેન્‍સ મેરીટ સ્‍કોલરશીપ (NMMS) ૨૦૨૧/૨૨ની પરીક્ષામાં લોધીકા તાલુકાના તારલા છાત્રો સફળ થયા છે.

ગુજરાત રાજય ના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળામાં ધોરણ ૮ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે અને પરીક્ષામા મેરીટના આવેલ વિદ્યાર્થીઓને કેન્‍દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ દ્વાર મેરીટના આવેલ વિધાર્થીઓ ઉચ્‍ચ અભ્‍યાસ ધોરણ ૯થી ૧૨ સુધીનો અભ્‍યાસ સરકાર અથવા સરકારની ગ્રાન્‍ટેડ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મા અભ્‍યાસ કરે તો દર વર્ષે ૧૨૦૦૦ (બાર હજાર) તે વિદ્યાર્થીના ખાતા કેન્‍દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ દ્વારા ઉચ્‍ચ અભ્‍યાસ માટે જમા કરાવવામાં આવે છે

જેમાં મોટાવડા પ્રાથમિક શાળા ધોરણ ૮માં અભ્‍યાસમા અભ્‍યાસ કરતા ત્રિસાબા મનહરસિહ જાડેજા સંજના મનસુખભાઈ વોરા રિદ્ધિ ભુપેન્‍દ્રભાઈ પરમાર નરેશ દિનેશભાઈ માવી રાતૈયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા મહેક ભાવેશભાઈ પેઢડીયા ખુશી ઘનશ્‍યામભાઇ રાણપરીયા મેટોડા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ધ્રુવેશગીરી રમેશગીરી મેધનાથી નગરપીપળીયા પ્રાથમિક શાળા માં અભ્‍યાસ કરતા લક્ષ્યાંક રતીલાલ બાબરીયા દિલીપ કમલેશભાઈ માવી દેવગામ પ્રાથમિક શાળા માં અભ્‍યાસ કરતા પ્રાપ્તિ દિનેશભાઈ વસોયા નિતા વિપીનભાઇ રાઠવા શિતળા પાળ પ્રાથમિક શાળા માં અભ્‍યાસ કરતા માધવી મનસુખભાઈ વિગેરે વિધાર્થીઓ તેમજ વિધાર્થીનીઓએ નેશનલ મેન્‍સ મેરીટ સ્‍કોલરશીપની પરીક્ષા પાસ કરી લોધીકા તાલુકાનું ગૌરવ વધારેલ છે.

(11:22 am IST)