Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પોરબંદરના રાતડી જંગલમાં ગેરકાયદે લાકડા કાપતા ૪ ઝડપાયાં: ૪૦ હજારનો દંડ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: નજીકના રાતડી દરિયા કાંઠે આવેલા જંગલમાં ગેરકાયદે લાકડા કાપતા ૪ શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી લઇને ચારેય શખ્સોને કુલ ૪૦ હજારનો દંડ ફટકાર્યો છે.
રાતડી દરિયાકાંઠે આવેલ જંગલમાં ગેરકાયદે ગાંડા બાવળના લાકડા કાપતા રાજુ ગોરધન વાઘેલા, અજય બાબુ, શનિ બાબુ તથા અર્જુન હરભમને પેટ્રોલથી ચાલતી કરવત તથા કાપેલા કુલ ૧,૬ ટન લાકડા સાથે પકડી પાડેલ છે.
ગેરકાયદે લાકડા કાપતા ચારેય શખ્સોને વન વિભાગે કુલ ૪૦ હજારનો દંડ ફટકાર્યો છે.

 

(11:46 am IST)